વેલેન્ટાઈન ડેઃ અનુષ્કાનું હોરર આઈ લવ યુ - Sandesh
NIFTY 10,380.85 +20.45  |  SENSEX 33,809.73 +106.14  |  USD 64.7950 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વેલેન્ટાઈન ડેઃ અનુષ્કાનું હોરર આઈ લવ યુ

વેલેન્ટાઈન ડેઃ અનુષ્કાનું હોરર આઈ લવ યુ

 | 10:31 am IST

 

અનુષ્કા શર્માની ફિલ્મ પરી હોળીના દિવસે રિલીઝ થનાર છે. પરી હોરર ફિલ્મ છે અને અનુષ્કા શર્માએ અલૌકિક આત્માની ભૂમિકા ભજવી છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે અનુષ્કાએ આ ફિલ્મનું એક નવું ડીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર રુંવાટા ઊભા કરી દે તેવું છે.

અત્રિનેત્રીએ તેમના ટ્વિટર હેન્ડલ પર નવા ટીઝરને રિલીઝ કરતાં લખ્યું હતું કે વિલ યુ બી હર વેલેન્ટાઈન. ટીઝરમાં અનુષ્મા અને પરમબ્રત ચેટરજી છે. અનુષ્કા પરમબ્રતને આઈ લવ યુ કહે છે. આ સાથે પરમબ્રત હળવું સ્મિત વેરીને ફરી પાછા ટીવી જોવામાં પરોવાઈ જાય છે. ત્યારબાદ લોહીથી ખરડાયેલો અનુષ્કાનો ચહેરો દેખાય છે.

પરી ફિલ્મ બીજી માર્ચે હોળીના દિવસે રિલીઝ થનાર છે. ફિલ્મનું નિર્દેશન પ્રોસિત રોયે કર્યું હતું. ફ્લિન સ્લેટ ફિલ્મસના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરાયું છે. અનુષ્કા તેના ભાઈ કરનેશ શર્મા સાથે ફિલ્મના સહનિર્માતા પણ છે.