most educated actress Bollywood birthday special Parineeti chopra
  • Home
  • Featured
  • Photos: બોલિવુડમાં સૌથી વધારે ભણેલી ગણેલી છે આ અભિનેત્રી, રાષ્ટ્રપતિ દ્વારા મળ્યુ છે સન્માન

Photos: બોલિવુડમાં સૌથી વધારે ભણેલી ગણેલી છે આ અભિનેત્રી, રાષ્ટ્રપતિ દ્વારા મળ્યુ છે સન્માન

 | 8:36 am IST

પરિણીતિ ચોપડા ખુબજ ટેલેન્ટવાળી અભિનેત્રી.બોક્સ ઓફિસ પર તેની ફિલ્મોની ખુબજ પ્રશંસા થઈ રહી છે. તેના અભિનયની પણ ખુબજ પ્રશંસા થઈ રહી છે. જો કે ફિલ્મમાં તેનો દબદબો જમાવવા તેને હજુ એવી ફિલ્મોની જરૂર છે જે તેમને ઉંચાઈ પર પહોંચાડી શકે. આજે આ ખુબસુરત અભિનેત્રીનો જન્મદિવસ છે.

પરિણીતિ ચોપડાનો જન્મ 22 ઓક્ટોબર 1988માં અંબાલામાં થયો હતો. પરિણીતિ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે ભણેલી અભિનેત્રી છે જે દર્શાવે છે કે ખુબસુરતીની સાથે સાથે તેની પાસે હોશિયારી પણ છે. અભિનેત્રી પાસે ઓનર્સની ત્રણ ડિગ્રીઓ છે. પરિણીતિએ બિઝનેસ, ફાઈનાન્સ અને ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રીઓ મેળવી છે.

પરિણીતિને પિઝા ખાવાનો ખુબજ શોખ છે. તેને આખો દિવસ કોઈ પિઝા ખવડાવે તો તે ખાધા જ કરે. પરિણીતિએ 12માં ધોરણમાં ઓલ ઓવર ટોપ કર્યુ હતુ ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

પરિણીતિને અભિનેત્રી બનવાની જરા પણ ઇચ્છા ન હતી. 2009માં મંદી આવતા તેણે પોતાની કેરિયર બદલી હતી. પરિણીતિને ક્લાસિકલ મ્યુઝિકમાં પણ ખુબજ શોખ છે. ભારતની ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝા તેની ખાસ બહેનપણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન