Parineeti Chopra Once Demanded 37cr For Jootachori Nick Gave This Amount Of Money
  • Home
  • Entertainment
  • Bollywood
  • પરિણીતિએ જૂતા પરત કરવા માંગ્યા હતા 37 કરોડ, નિકે આટલા રૂપિયા આપીને મેળવ્યો છૂટકારો

પરિણીતિએ જૂતા પરત કરવા માંગ્યા હતા 37 કરોડ, નિકે આટલા રૂપિયા આપીને મેળવ્યો છૂટકારો

 | 3:05 pm IST

આજે 4 ડિસેમ્બરનાં રોજ હૉટલ તાજ પેલેસમાં રિસેપ્શન

જોધપુરનાં ઉમેદ ભવનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે રૉયલ વેડિંગ કર્યા હતા. 1-2 ડિસેમ્બરનાં રોજ ક્રિશ્ચિયન અને હિંદૂ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હવે પ્રિયંકા અને નિક દિલ્હી આવવા રવાના થયા છે. અહીં આજે 4 ડિસેમ્બરનાં રોજ હૉટલ તાજ પેલેસમાં રિસેપ્શન થશે. પ્રિયંકાની સંગીત અને મહેંદી સેરેમનીની કેટલીક તસવીરો સામે આવી છે. હવે ફેન્સ તેના લગ્નનાં ફૉટોનો ઇંતઝાર કરી રહ્યા છે. તો લગ્નની કેટલીક ડિટેઇલ પણ લીક થઈ રહી છે. આ રૉયલ વેડિંગને લઇને એક વધુ ડિટેલ સામે આવી છે. આ સમાચાર જૂતા ચોરીથી જોડાયેલી છે.

જૂતા ચોરી માટે 37 કરોડ રૂપિયા માંગ્યા હતા

નિક જોનસની એકમાત્ર સાળી પરિણીતિ ચોપરાએ જૂતા ચોરીની રીતિ માટે બે મહિના પહેલાથી પ્લાનિંગ શરૂ કરી દીધું હતી. તો જ્યારે જૂતા ચોરીનો સમય આવ્યો ત્યારે પરિણીતિ તક કેવી રીતે ગુમાવી શકે. થોડાક સમય પહેલા પરિણીતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે તેણે પોતાના જીજૂ પાસેથી જૂતા ચોરી માટે 37 કરોડ રૂપિયા માંગ્યા છે. તો જવાબમાં નિકે કહ્યું કે તે તેને આનાથી ડબલ આપશે.

નિકે પોતાની પત્ની પ્રિયંકા માટે એક પ્રેમભરી સ્પીચ આપી હતી

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પરિણીતિએ નિકનાં જૂતા પરત કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. નિકે પણ તરત જ પરિણીતિને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા. લગ્નની દરેક વિધિ શાનદાર રીતે કરવામાં આવી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે નિકયંકાની જયમાલા રસમ દરિયાન પણ ઘણી જ મસ્તી થઈ હતી. સામાન્ય લગ્નની જેમ આ લગ્નમાં પણ વર અને વધૂને તેમના દોસ્તોએ ઉપર ઉઠાવ્યા હતા. લગ્ન બાદ નિકે પોતાની પત્ની પ્રિયંકા માટે એક પ્રેમભરી સ્પીચ આપી હતી જેને સાંભળીને પ્રિયંકા રડી પડી હતી. નિકે વચન આપ્યું કે તે પોતાના વચનો પ્રત્યે ઈમાનદાર રહેશે અને આજીવન પ્રિયંકાનો ખ્યાલ રાખશે. આ બધુ સાંભળીને પ્રિયંકા ભાવુક થઈ ગઈ હતી.