Parineeti Chopra opts out of Ajay Devgnas 'Bhuj: The Pride Of India'
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીએ સુપરસ્ટાર અજય દેવગણ સાથે ફિલ્મ કરવાનો કરી દીધો ઈનકાર

આ અભિનેત્રીએ સુપરસ્ટાર અજય દેવગણ સાથે ફિલ્મ કરવાનો કરી દીધો ઈનકાર

 | 7:06 pm IST

અભિનેતા અજય દેવગણ ઘણા સમયથી એક પછી એક હિટ પર હિટ ફિલ્મો આપી રહ્યો છે. તેની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર રીતસરની ટંકશાળ પાડી રહી છે. જેથી અભિનેતા સાથે બોલિવૂડના ટોચના માંધાતાઓથી માંડીને સુપરસ્ટાર અભિનેત્રી પણ કામ કરવા માટે આતુર રહેતી હોય છે. પરંતુ એક અભિનેત્રીએ અજય દેવગણ સાથે છેલ્લી ઘડીએ કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

અજય દેવગણ હાલ શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે અનેક ફિલ્મો સાઈન કરી છે. જેમાંને એક છે ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’. આ ફિલ્મ મલ્ટીસ્ટારર છે. પરંતુ આ ફિલ્મમાં કામ કરવા માટે પરિણીતી ચોપડાએ છેલ્લી ઘડીએ ના પાડી દીધી છે. હવે તે આ ફિલ્મમાં નહીં જોવા મળે.

આ ફિલ્મ સાથે જોડાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે પરિણીતીએ તારીખોની સમસ્યાને કારણે અજય દેવગનની ફિલ્મ છોડી દીધી છે. તે આ ફિલ્મ કરવા માટે બહુ ઉત્સાહી હતી પણ કમનસીબે તે હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે.

અજયની આ ફિલ્મમાં કામ ન કરી શકવાને કારણે પરિણીતી નિરાશ છે. જોકે તેણે ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ની આખી ટીમને શુભેચ્છા આપી છે. ફિલ્મમાં અજય સિવાય સંજય દત્ત, રાણા દુગ્ગુબાતી તેમજ સોનાક્ષી સિંહા મહત્વના રોલમાં જોવા મળશે. જોકે ફિલ્મમાં પરિણીતીની જગ્યાએ કોણ હશે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ વીડિયો પણ જુઓ : અયોધ્યાને દેશની અધ્યાત્મ નગરી તરીકે વિકસિત કરવા માટે તડામાર તૈયારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન