Parineeti Chopra Terrific Dance Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • પરિણીતિ ચોપરાએ કર્યો હોટ ડાન્સ અને આ અભિનેત્રીને આપી ચેલેન્જ

પરિણીતિ ચોપરાએ કર્યો હોટ ડાન્સ અને આ અભિનેત્રીને આપી ચેલેન્જ

 | 7:41 pm IST

બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા તને અભિનય, હોટ અને ગ્લેમરસ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. પરિણીતિ ચોપરા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પરિણીતિ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર અવાર નવાર ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પરિણીતિ ચોપરાના લગભગ એક કરોડ 87 લાખથી પણ વધુ ફોલોવર્સ છે.

જોકે તાજેતરમાં પરિણીતિનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પરિણીતિ જબરદસ્ત ડાન્સ મૂવ કરતા નજરે આવી રહી છે. આ વીડિયોમાં પરિણીતિ ચોપરા એક કેચી ટ્યુન પર ડાન્સ કરી રહી છે. રિપોર્ટ મુજબ વીડિયો પોસ્ટ કર્યા બાદ પરિણીતિ ચોપરાએ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને પણ આ ટ્યુન પર ડાન્સ કરવા માટે નોમિનેટ કરી વીડિયો અપલોડ કરવા કહ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતિ 21મી માર્ચ રિલીઝ થનારી ફિલ્મ ‘કેસરી’માં નજરે આવશે. આ ફિલ્મમાં પરિણીતિના અપોઝિટ અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન