parineeti chopra troll for mask photo shoot on airport
  • Home
  • Entertainment
  • Bollywood
  • માસ્ક પહેરી આ અભિનેત્રીએ કરાવ્યું એવુ ફોટોશુટ, પ્રશંસકો બરાબરના ભડક્યાં

માસ્ક પહેરી આ અભિનેત્રીએ કરાવ્યું એવુ ફોટોશુટ, પ્રશંસકો બરાબરના ભડક્યાં

 | 3:50 pm IST

બોલિવૂડ સેલેબ્સ કેટલીક વાર પોતાની હરકતોથી ટ્રોલ થઈ જતા હોય છે. હાલમાં જ આવું અભિનેત્રી પરીણિતિ ચોપડા સાથે થયુ. એરપોર્ટ પર માસ્ક લગાવીને પહોંચેલી આ અભિનેત્રીને ટ્રોલર્સે ખુબજ તતડાવી નાંખી હતી. જો કે આમા કોઈ નવી વાત નથી કે આ રીતે કોઈ કલાકાર ટ્રોલ થઈ હોય. સામાન્ય લોકો પણ અત્યારે કોરોના વાયરસથી થરથર કાંપી રહ્યા છે ત્યારે એરપોર્ટ જેવા પબ્લીક પ્લેસ પર માસ્કનો ઉપયોગ કરવો કોઈ ખરાબ વાત નથી.

મુશ્કેલી તો ત્યારે થઈ જ્યારે પરીણિતિ ચોપડાએ માસ્ક પહેરીને એરપોર્ટ પર ફોટોશુટ કરાવવું શરૂ કરી દીધુ. તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું કે દુખદ છે પણ મને લાગે છે કે અત્યારે હાલત એવી જ છે કે લોકોએ માસ્ક પહેરીને ફરવુ જોઈએ. જેથી તમામ લોકો સુરક્ષીત રહે.

અભિનેત્રી પરીણિતિ ચોપડાએ અલગ અલગ પોઝમાં તસવીરો પડાવી જેને જોઈને તેને હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વાતથી નારાજ થઈ એક યૂઝરે લખ્યું કે ભગવાન ન કરે તારા કોઈ સગાને કંઈ એવું થાય અને મૃત્યુના સમયે તુ સફેદ સાડી પહેરી ઉદાસ ચહેરે ફોટોશુટ કરાવે ત્યારે તું કેવી પોસ્ટ કરીશ?

બોલ હવે તારામાં સહેજ પણ મોતનો મલાજો પાળવાની પણ સહિષ્ણુતા નથી. એક યૂઝરે લખ્યું કે વ્હાલી પરિણીતિ આ કોરોના કરતા પણ વધારે ખતરનાક છે. એક ખતરનાક વાયરસ આ દેશમાં ફેલાઇ રહ્યો છે લોકો મોત સામે લડી રહ્યા છે અને તુ માસ્ક પહેરીને મજા માણી રહી છે.

શું આ ફોટોશુટ જરૂરી હતુ?
પરીણિતિ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો પરથી તેની ભારે ટીકા થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે શાંત રહો દોસ્ત, પરીણિતિ માસ્ક પહેરીને એવા લોકોથી બચી રહી છે જે તેની ફિલ્મો જોયા પછી રિફંડ માંગવા આવે છે. એક બીજા યૂઝરે લખ્યું કે શું આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ ફોટોશુટ કરાવવું જોઈએ?

આ વીડિયો જુઓ: મહાદેવને પ્રસન્ન કરવા શિવજીને પ્રિય એવું ભજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન