Parineeti Replaces Shraddha Kapoor In Saina Nehwal Biopic
  • Home
  • Entertainment
  • Bollywood
  • સાઇના નેહવાલની બાયોપિકમાંથી શ્રદ્ધા કપૂર આઉટ, આ અભિનેત્રીને મળ્યું સ્થાન

સાઇના નેહવાલની બાયોપિકમાંથી શ્રદ્ધા કપૂર આઉટ, આ અભિનેત્રીને મળ્યું સ્થાન

 | 8:44 pm IST

બોલિવૂડમાં હાલ બાયોપિક બનાવવાનો વાયરો ચાલી રહ્યો છે. વર્ષ 2019માં પણ અનેક બાયોપિક ફિલ્મો લાઇનઅપ છે તેમ જ રિલીઝની કગાર પર ઊભી છે.

આ વર્ષે ભારતીય ટીમના પૂર્વ સુકાની કપિલ દેવના જીવન પરની બાયોપિક પર કામ શરૂ થયું છે આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અંતરિક્ષયાત્રી રાકેશ શર્માના જીવનને સ્ક્રીન પર દર્શાવાશે. આ યાદીમાં બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલનું નામ પણ સામેલ છે.

ફિલ્મની કાસ્ટ પર ખૂબ જ અધ્યયન ચાલી રહ્યું છે. શ્રદ્ધા કપૂરે ફિલ્મના પોસ્ટર તેમ જ ફિલ્મનો કેટલોક ભાગ શૂટ કર્યા બાદ ફિલ્મમાં થઇ રહેલા વિલંબને પગલે આ ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી છે. હવે આ લીડ રોલ પરિણીતી ચોપરાને ઓફર કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન