Paris: ‘Strong Explosion’ Tears Through Bakery
  • Home
  • Featured
  • પેરિસની બેકરીમાં બ્લાસ્ટ, આજુબાજુની બિલ્ડિંગના કાચ તૂટી ગયા, કેટલાંય લોકો ઘાયલ

પેરિસની બેકરીમાં બ્લાસ્ટ, આજુબાજુની બિલ્ડિંગના કાચ તૂટી ગયા, કેટલાંય લોકો ઘાયલ

 | 2:56 pm IST

ફ્રાન્સની રાજધાની ફરી એક વખત ધડાકાથી ધણધણી ગઇ છે. સેન્ટ્રલ પેરિસમાં એક બેકરીની પાસે જોરદાર બ્લાસ્ટના સમાચાર આવી રહ્યાં છે. જેમાં બેકરી સંપૂર્ણપણે નષ્ટ થઇ ગઇ છે. આ ધડાકામાં અત્યાર સુધી કેટલાંય લોકોના ઘાયલ થયાના સમાચાર આવ્યા છે, જો કે કારણોની હજુ કોઇ ખબર પડી નથી. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની બિલ્ડિંગના કાચ સુદ્ધા તૂટી ગયા છે. હાલ હજુ ખબર નથી કે ધડાકો આંતકી હુમલો છે કે નહીં.

વીકેન્ડનો દિવસ હોવાથી પેરિસના રસ્તા પર ઘણા લોકો ઘરની બહાર નીકળ્યા છે. બેકરીની પાસે જોરદાર ધડાકો સંભળાયો હતો. હાલ પોલીસે બોમ્બ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે અને રાહત-બચાવ કામ શરૂ છે. આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસથી પેરિસના રસ્તા પર મોટી સંખ્યામાં યેલો વેસ્ટ પ્રદર્શનકારી પણ રસ્તા પર ઉતરી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફ્રાન્સના કેટલાંય શહેરોને આતંકી બ્લાસ્ટનો શિકાર બનવું પડ્યું છે. પેરિસ અને નીસ શહેરમાં થયેલા બ્લાસ્ટમાં કેટલાંય લોકોના જીવ ગયા હતા. પેરિસમાં મેગેઝીન શાર્લી હેબ્દોની ઓફિસ પર થયેલા હુમલાની વૈશ્વિક સ્તર પર નિંદા થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન