NIFTY 9,886.35 -5.35  |  SENSEX 32,020.75 +-16.63  |  USD 64.4450 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ખોડલધામમાં પહોંચવાના પાંચ રસ્તા, 1 હજાર વિઘામાં જિલ્લા વાઈઝ પાર્કિંગ વ્યવસ્થા
 | 

વારાણસી, રોહનિયા, તા. ૬

ખોડલધામ મહોત્સવમાં પાર્કિંગ વ્યવસ્થા માટે ખાસ ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવ્યો છે. 12 હજાર સ્વયંસેવકોની ફાળવણી પાર્કિંગ વ્યવસ્થા માટે જ કરાઈ છે. 1000 વિઘામાં પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાં જિલ્લા
વાઈઝ વાહનો પાર્ક કરવામાં આવશે. પાર્કિંગ સમિતિના જીતુભાઈ સિયાણી જણાવે છે કે મંદિરની ચારેય દિશામાં અલગ-અલગ જિલ્લા માટે પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહોત્સવ દરમિયાન દૈનિક 2000થી વધુ
એટલે પાંચ દિવસમાં 12 હજાર જેટલા સ્વયં સેવકો પાર્કિંગ વ્યવસ્થા જાળવશે. દરેક જિલ્લા માટે અલગ કોડ સાથે ગેટ બનાવવામાં આવ્યા છે.

ડ્રેસ કોડ, રપ વોકીટોકી સાથે કાર્યકરો પાંચ દિવસ સેવા આપશે
પાર્કિંગ વ્યવસ્થામાં રહેલા સ્વયં સેવકોને લાકડી, ટોપી અને સીટી આપવામાં આવી છે. તેઓ એક બીજા સાથે કોમ્યુનિકેશન કરી શકે તે માટે રપ વોકીટોકી ફાળવવામાં આવી છે. પાર્કિંગની જમીન સમથળ કરવાની કામગીરી
13મી સુધીમાં પૂર્ણ થઈ જશે. તા.16મી પહેલા પાર્કિંગ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ થઈ જશે.

ખેડૂતોએ પાર્કિંગ માટે ઉભા પાક સાથે આપ્યા ખેતર
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનારા ભાવિકો માટે પાર્કિંગની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કાગવડ આસપાસના 50થી વધુ ખેડૂતોએ પોતાના ઉભા પાક સાથેની 1000 વિઘા જમીન, ખેતર ટ્રસ્ટને પાંચ દિવસ માટે
ખાલી કરી આપ્યા છે. પાર્કિંગમાં અશક્ત અને વૃધ્ધો માટે બેસવાની પણ વ્યવસ્થા કરાઈ છે. પાર્કિંગમાં પાણી, ટોઈલેટ અને લાઈટ તથા સ્વચ્છતા માટે પણ ખાસ તકેદારી રખાઈ છે.

ખોડલધામ પહોંચવાના પાંચ રસ્તા
* વીરપુર થઈને કાગવડના પાટીયાથી
* પીઠડિયા ટોલ નાકા પહેલા ગણપતિના મંદિર પાસેથી (આ રસ્તો તા. ર૧મીએ વીઆઈપી માટે રાખવામાં આવ્યો છે)
* ગોમટા ગામથી નવાગામ ખંભાલિડા પાસેથી
* જેતપુરથી દેરડી વાળો રોડ
* સુલતાનપુરના રસ્તે મોણપર થઈને

મા ખોડલ રથયાત્રાના સમાપન સાથે રાજકોટમાં યોજાઈ હતી મહાઆરતી

જામનગર જિલ્લાના મોટાભાગના સ્વયં સેવકો રસોડાની કામગીરીમાં
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે જામનગર જિલ્લાના લેઉઆ પટેલ સમાજમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે ટ્રસ્ટી વશરામ ચોવટીયાએ જણાવ્યું હતું કે જામનગર શહેરમાં 2200, ધ્રોલમાં 450,
કાલાવડમાં 1000 તથા ખંભાળીયા-લાલપુર વગેરેમાં પણ નાના મોટા બેનરો લાગી ગયા છે. વાહનો માટે 20 હજાર સ્ટીકરો વિતરીત કરાયા છે. હાલમાં જામનગર જિલ્લાના 2000 સ્વયં સેવકો કાર્યરત છે. 700 જેટલી મહિલા
પણ સમિતિમાં સેવા આપી રહી છે. 17મીએ જામનગરથી નીકળનારી શોભાયાત્રામાં 600 વાહનો જોડાશે. સમાજના ભાવિકો માટે બસની વ્યવસ્થા કરાઈ છે. જામનગર જિલ્લાના મોટાભાગના કાર્યકર્તા રસોડાં વિભાગમાં કામગીરી
સંભાળશે.

જામનગર પંથકનો લેઉઆ પટેલ સમાજ પાંચ દી’ ધંધા બંધ રાખશે
જામનગર, ધ્રોલ અને કાલાવડ તાલુકામાં લેઉઆ પટેલ સમાજની વસતિ વધારે હોવાથી આ ત્રણેય તાલુકામાં અને પંથકમાં અન્યત્ર વસવાટ કરતો લેઉઆ પટેલ સમાજ પણ તા. 17થી 21 પાંચ દિવસ ધંધા રોજગાર બંધ રાખી
મહોત્સવમાં જોડાશે.

વિસાવદરમાંથી 60 હજાર લોકો ઉમટશે
મહોત્સવમાં વિસાવદર તાલુકામાંથી 60 હજારથી વધુ લેઉઆ પટેલ સમાજના સભ્યો ઉમટી પડશે. જેની તૈયારીના ભાગરૂપે 800 પુરુષ અને 100 મહિલા સ્વયં સેવિકાઓ સજ્જ થયા છે. તૈયારીના ભાગરૂપે ગામડે ગામડે 600થી
વધુ બેનરો લગાવાયા છે. 16000થી વધુ બાઈકમાં સ્ટીકરો લગાવાયા છે.