ParleG can release 10,000 people from his job despite a drop in production.
  • Home
  • Business
  • પારલે-જી બિસ્કિટ ખાનારાઓ માટે ખાસ સમાચાર, કંપની લઇ શકે છે આ મોટો નિર્ણય

પારલે-જી બિસ્કિટ ખાનારાઓ માટે ખાસ સમાચાર, કંપની લઇ શકે છે આ મોટો નિર્ણય

 | 10:18 am IST

બિસ્કિટ બનાવનાર દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડકશનમાં ઘટાડો છતા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે. કંપનીના કેટિગરી હેડ મયંક શાહએ જણાવ્યું કે,’અમે 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. સામાન્ય રીતે બિસ્કિટ 5 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંમતમાં વેચાણ થાય છે. જોકે સરકારે અમારી માંગ નહી માની તો અમારે અમારી ફેક્ટરીઓમાં કામ કરનારા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવા પડશે. સેલ્સ ઘટવાથી અમને ભારે નુક્સાન થઇ રહ્યું છે.’

પારલે-જી, મોનેકો અને મેરી બિસ્કિટ બનાવનાર પેરલેની સેલ્સ 10,000 કરોડ રૂપિયાથી વધારે હોય છે. 10 પ્લાન્ટ ઓપરેટ કરનારી આ કંપનીમાં એક લાખ લોકો કામ કરે છે. પારલે પાસે 125 થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ યૂનિટ છે. કંપનીની સેલ્સનો અડધાથી વધારે ભાગ ગ્રામીણ બજારોથી આવે છે.

GST લાગુ થયા પહેલા 100 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર 12 ટકા ટેક્સ લગાવવામાં આવતો હતો. કંપનીને આશા હતી કે, પ્રીમિયમ બિસ્કિટ માટે 12 ટકા અને સસ્તા બિસ્કિટ માટે 5 ટકાનો GST રેટ નક્કી કરવામાં આવે. જોકે સરકારે 2 વર્ષ પહેલા જ્યારે GST લાગુ કર્યો તો તમામ બિસ્કિટોને 18 ટકાનાં સ્લેબમાં નાંખવામાં આવ્યા. જેના કારણે કંપનીઓને પોતાની પ્રોડક્ટના ભાવ વધારવા પડ્યા. જેની અસર વેચાણ પર પડી. શાહએ જણાવ્યું કે, પારલે પણ પોતાની પ્રોડક્ટનો 5 ટકા ભાવ વધારવો પડ્યો, જેના કારણે વેચાણમાં ઘટાડો થયો.

પારલેનાં શાહએ જણાવ્યું કે, વેચાણ ઘટવાનાં કારણે રિટેલર્સ પણ પ્રોડક્ટ ખરિદવાથી પાછા ફરી રહ્યા છે, તેમણે કહ્યું,’બિસ્કિટ પર વધુ GST લાગુ થવાના કારણે ગ્રાહકોની ડીમાન્ડ ઘટી છે. સરકાર આ માટે કોઇ પગલા નથી લઇ રહી, જેના કારણે સ્થિતિ વણસી ગઇ છે. અમારી પાસે ઘણા એવા બિસ્કિટ છે જે મધ્યમ અને ઓછી આવકવાળા જૂથના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તેઓ અમારા જેવી બ્રાન્ડનાં પ્યોર ગ્રાહકો છે. અમને આશા છે કે, સરકાર ડિમાન્ડને પાટા પર લાવવા માટે ટેક્સ સ્લેબમાં ઘટાડો કરશે,’ તમને જણાવી દઇએ કે, ઓછી કિંમતવાળા બિસ્કિટ ઓછા માર્જિન સાથે વેચવામાં આવે છે.

આ પણ જુઓ: જન્માષ્ટમીના તહેવારની સમગ્ર ગુજરાતમાં ધામધૂમ પુર્વક તૈયારીઓ શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન