Parliament cannot function this way, Opposition is not ready to discuss in any way: Om Birla
  • Home
  • India
  • લોકસભાના સ્પીકર ઓમ બિરલા નારાજ, કહ્યું- આ રીતે સંસદ ચાલી ન શકે

લોકસભાના સ્પીકર ઓમ બિરલા નારાજ, કહ્યું- આ રીતે સંસદ ચાલી ન શકે

 | 11:23 pm IST
  • Share

  • સરકાર તમામ સ્તરે ચર્ચા કરવા તૈયાર છે પણ વિપક્ષને માત્ર હોબાળો કરવામાં રસ છે

  • વિપક્ષી સાંસદો વારંવાર હોબાળો કરીને વોકાઉટ કરી જાય છે, આમાં કેવી રીતે કામગીરી ચાલે? 

  • લોકસભાના સ્પીકર ઓમ બિરલા નારાજ થઈને ચેરમાંથી ઊભા થઈ ગયા હતા

સંસદનું શિયાળુ સત્ર શરૂઆતથી જ તોફાની બની રહ્યું છે. પહેલાં જ દિવસથી વિપક્ષી સાંસદો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ રાજ્યસભા અધ્યક્ષ દ્વારા ચોમાસુ સત્રમાં હિંસા કરનારા 12 સાંસદોને શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

વિપક્ષો દ્વારા સતત બે દિવસથી આ મુદ્દે ગૃહની કામગીરી ખોટકાવાઈ રહી છે અને વિરોધ કરાઈ રહ્યો છે. બુધવારે પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા 12 સાંસદોના સસ્પેન્શન મામલે હોબાળો કરવામાં આવતા લોકસભાના સ્પીકર ઓમ બિરલા નારાજ થઈ ગયા હતા અને ચેરમાંથી ઊભા થઈ ગયા હતા.

તેમણે જણાવ્યું કે, આ રીતે સંસદ ચાલી શકે નહીં. તમે બહાર ચર્ચા કરતા હોવ છો તો અંદર કેમ નહીં? સરકાર તમારી સાથે સ્પષ્ટ ચર્ચા કરવા તૈયાર છે તો તમે વિરોધ શા માટે કરી રહ્યા છો. સરકાર તમને ગૃહમાં તમામ સવાલોના જવાબ આપવા તૈયાર છે તો તમે ચર્ચા શા માટે થવા દેતા નથી.

રાજ્યસભાની કામગીરી સ્થગિત

સંસદમાં ત્રીજા દિવસે પણ બંને ગૃહોમાં હોબાળો યથાવત્ રહ્યો હતો. સવારથી જ બંને ગૃહોની કામગીરી વારંવાર ખોરવાતી રહી હતી. 12 સાંસદોને સસ્પેન્ડ કરાવા મુદ્દે રાજ્યસભામાં બુધવારે પણ મોટાપાયે હોબાળો થયો હતો. તેને પગલે ત્રણ વાગ્યા સુધી રાજ્યસભાની કામગીરી અટકાવવામાં આવી હતી. ત્યારબાદ પણ હોબાળો ચાલુ રહેતાં રાજ્યસભા ગુરુવાર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. બીજી તરફ લોકસભામાં જ તોફાન ચાલુ હતું.

લોકસભામાં સવારે 11 કલાકે પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષોએ હોબાળો કર્યો હતો જેને પગલે કામગીરી અટકાવવી પડી હતી. ત્યારબાદ કેટલાક સાંસદો વોકઆઉટ કરી ગયા હતા. ત્યારબાદ 12 વાગ્યા સુધી કામગીરી અટકાવવી પડી હતી. ફરી કામ શરૂ થયું તો દોઢ વાગ્યાથી અઢી વાગ્યા સુધી કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. હોબાળો ત્યાં સુધી ચાલ્યો હતો અને ત્યારપછી કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો