સંસદના રેકોર્ડ પરથી વડા પ્રધાનની ટિપ્પણી રદ કરાઈ - Sandesh
  • Home
  • Uncategorised
  • સંસદના રેકોર્ડ પરથી વડા પ્રધાનની ટિપ્પણી રદ કરાઈ

સંસદના રેકોર્ડ પરથી વડા પ્રધાનની ટિપ્પણી રદ કરાઈ

 | 2:21 am IST

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવવા કરેલાં સંબોધનમાં કરેલી વાંધાજનક ટિપ્પણીને રાજ્યસભાના રેકોર્ડમાંથી દૂર કરાઈ છે. વડા પ્રધાનની આ ટિપ્પણી સામે વિપક્ષના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો. ગુરુવારે રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન હાજર રહ્યા હતા અને ટૂંકું નિવેદન આપ્યું હતું. રાજદના સાંસદ મનોજ ઝાએ વડા પ્રધાને કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો અને અધ્યક્ષ સમક્ષ પીએમની ટિપ્પણીના અંશને રેકોર્ડ પરથી દૂર કરવાની માગ કરતાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો.

શુક્રવારે રાજ્યસભાનાં સચિવાલયે માહિતી આપી હતી કે વડા પ્રધાને રાજ્યસભામાં આપેલાં નિવેદનમાંથી કથિત વાંધાજનક ટિપ્પણીને રેકોડ પરથી દૂર કરાઈ છે. મનોજ ઝાએ પીએમની ટિપ્પણી સામે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતાં રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આપેલા આદેશ પ્રમાણે રેકોર્ડ પરથી પીએમની વાંધાજનક ટિપ્પણી દૂર કરાઈ છે.

શું કહ્યું હતું વડા પ્રધાન મોદીએ?

પીએમ મોદીએ હરિવંશના વિજય બાદ હરિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હવે બધું હરિભરોંસે છે, મને આશા છે કે આપણા બધા પર હરિકૃપા રહે. બંને ઉમેદવારોનાં નામમાં હરિ જોડાયેલા છે. આ એક એવી ચૂંટણી હતી જેમાં બંને તરફ હરિ હતા પરંતુ એક તરફ બીકે હતા. બી. કે. હરિ… પરંતુ કોઈ બીકે(વેચાયા) નહીં. હરિવંશની સામે કોઈ વેચાયા નહીં.

;