ભારતની સંસદીય સમિતિ આકરા પાણીએ, ટ્વિટરના CEOએ જ થવું પડશે હાજર

ટ્વીટરનાં સીઇઓ જૈક ડોર્સી અને ટોપનાં અધિકારીઓએ ઓછો સમય અપાયો હોવાની વાત કરીને ભારતની સંસદીય સમક્ષ હાજર થવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ આજે ભારતીય સંસદીય સમિતીએ આકરૂ વલણ દાખવતા કહ્યુ છે કે, સોશિયલ મીડિયા મંચો પર નાગરિકોનાં અધિકારના સંરક્ષણ માટે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટરનાં સીઇઓ અને ઉચ્ચ અધિકારીઓએ જ સંસદીય સમિતિ સમક્ષ હાજર થવું પડશે.
સંસદીય સમિતીના અધ્યક્ષ અનુરાગ ઠાકુરની કડક કાર્યવાહીની ચેતવણી બાદ ટ્વીટરની ટીમ રવિવારે સંસદ પહોંચી હતી. સંસદીય સમિતી સામે રજુ થનારી આ ટીમમાં ટ્વિટર ઇન્ડિયાના અધિકારીઓનો પણ શામેલ હતાં.
Twitter team including Twitter India representatives arrive at Parliament to appear before Parliamentary Committee on Information Technology today. Earlier Twitter had refused to appear citing 'short notice' of the hearing. The Committee had called Twitter via a letter on Feb 1. pic.twitter.com/UZkLoEIyu3
— ANI (@ANI) February 11, 2019
ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મામલે રચાયેલી સંસદીય સમિતીએ 1 ફેબ્રુઆરીએ ટ્વીટરનાં સીઇઓ જેક ડોર્સી અને ટોપનાં અધિકારીઓને પત્ર લખીને 10 દિવસની અંદર રજુ થવા માટે જણાવ્યું હતું. ટ્વીટરે સમિતી સમક્ષ રજુ થવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે રજુ થવા માટે ઓછા સમય અપાયો હોવાના કારણે તેઓ હાજર નહી રહી શકે તેવું જણાવ્યું હતું.
હવે આ મામલે સમિતીના સુત્રોએ જણાવ્યું કે, સંસદીય સમિતીને સર્વસંમતિથી એક પ્રસ્તાવ પાસ કર્યો છે કે તેઓ કોઇ પણ ટ્વીટર અધિકારી સાથે ત્યાં સુધી મુલાકાત નહી કરે જ્યાં સુધી સમિતી સમક્ષ વરિષ્ઠ સભ્ય અથવા ટ્વીટરના ગ્લોબલ ટીમના સીઇઓ હાજર નહીં થાય. ટ્વીટરે તેના માટે 15 દિવસની સમય સીમા આપવામાં આવી છે. ત્યાર બાદ પણ જો ટ્વિટર તરફથી દર્શાવેલા અધિકારીઓ હાજર નહીં થાય તો અનુરાગ ઠાકુરે ટ્વીટર પર કડક કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે. એટલે કે હવે આગામી 25 ફેબ્રુઆઈ સુધીમાં ટ્વિટરના ઉચ્ચ અધિકારીઓએ હાજર થવાનું રહેશે.
સંસદીય સમિતિની બેઠક પહેલા 7 ફેબ્રુઆરીએ થવાની હતી પણ ટ્વિટરના સીઈઓ અને અન્ય અધિકારીઓએ વધારે સમય આપવા માટે આ બેઠક 11 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવી હતી.