હથેળીના રંગ પરથી જાણો તે વ્યક્તિનો સ્વભાવ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • હથેળીના રંગ પરથી જાણો તે વ્યક્તિનો સ્વભાવ

હથેળીના રંગ પરથી જાણો તે વ્યક્તિનો સ્વભાવ

 | 1:30 am IST

સામુદ્રિક શાસ્ત્ર મહર્ષિ સમુદ્ર દ્વારા રચવામાં આવેલો એક ગ્રંથ છે. આ શાસ્ત્ર દ્વારા વ્યક્તિના મનના હાવ-ભાવ, શારીરિક બનાવટ અને શારીરિક ચિન્હોનું વ્યક્તિના ભવિષ્ય તથા સ્વભાવની જાણ થઇ શકે છે. દરેક વ્યક્તિના શરીરની ત્વચાનો તથા શરીરના વિવિધ અંગોનાં રંગ અલગ-અલગ હોય છે, તે જ રીતે વ્યક્તિના સ્વભાવની જાણ તે વ્યકિતના હથેળીના રંગ દ્વારા થઇ શકે છે. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હથેળીના રંગને જોઇને તે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્યને જાણી શકાય છે. આવો તો વ્યક્તિના હથેળીના રંગ દ્વારા જાણીએ વ્યક્તિનો સ્વભાવ…

હથેળીનો સફેદ રંગ

સામાન્ય રીતે જો હથેળીનો રંગ સફેદ હોય તો માનવામાં આવે છે, તે વ્યક્તિના શરીરમાં લોહીની ઊણપ દર્શાવે છે. સ્વચ્છ સફેદ રંગ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જે વ્યક્તિની હથેળીનો રંગ સફેદ હોય તે વ્યક્તિ સ્વભાવે શાંત હોય છે. આ પ્રકારની હથેળીનો રંગ ધરાવતી વ્યક્તિ કોઇપણ કાર્ય કરવા માટે ઉત્સાહિત હોતા નથી. આ વ્યક્તિઓ સામાન્ય રીતે એકલા રહેવું જ પસંદ કરે છે. તેઓમાં એકાગ્રતાની ઊણપ હોય છે, તેના કારણે તેમના જીવનમાં આર્થિક રીતે તકલીફ રહ્યાં કરે છે.

હથેળીનો લાલ રંગ

જો હથેળીનો રંગ લાલ હોય તો તે વ્યક્તિ ક્રોધી સ્વભાવના, અદૂરદર્શિતા, અવિશ્વાસી અને શંકાળુ મિજાજના હોય છે. આ વ્યક્તિને હથેળીના ભાગ પર પરસેવો પણ વધારે થાય છે, જે તેમના મનના મેલને દર્શાવે છે. સામાન્ય રીતે લાલ રંગની હથેળી વાળા વ્યક્તિ મોટા કામ કરે છે, તેમને શારીરિક મહેનત કર્યા વિના સરળતાથી દરેક કામમાં સફળતા મળે છે.

હથેળીનો નીલો રંગ

નીલો રંગ હથેળીમાં લોહીના વિકાર, રોગી જીવન માટે ઉદાસીનતાનું પ્રતીક છે. આ વ્યક્તિના જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેમના જીવનમાં આર્થિક સમસ્યા રહ્યાં કરે જ છે.

હથેળીનો પીળા રંગ

જે વ્યક્તિના જીવનમાં લોહીની ઊણપ હોય અથવા તો કોઇ ને કોઇ રોગથી પીડિત હોય તો, મંદબુદ્ધિ, કર્મહીન, અસ્વસ્થ એટલે કે તેમને જીવનમાં અસફળતાનો સામનો કરવો પડે છે. પીળા રંગની હથેળીવાળી મહિલાઓની તરફ પુરુષનું આકર્ષણ ઝડપથી થઇ શકે છે. જો પુરુષની હથેળીનું રંગ પીળો હોય તો તે કોઇપણ મહિલા તરફ ઝડપથી આર્કિષત થાય છે.

હથેળીનો ગુલાબી રંગ

હથેળીનો રંગ ગુલાબી હોય તો વ્યક્તિનું સ્વસ્થ, પ્રેમ, દયા, કરુણાનું સાગર, સહૃદય, શાલીન, મહેનતુ, ભાવુક, ઉન્નતિશીલ, ઉચ્ચ આદર્શ વિચાર ધરાવનારા અને જીવન જીવનારા હોય છે. પરંતુ જો આ વ્યક્તિની વાત કોઇ ન માને તો તે ઝડપથી ગુસ્સે થઇ જતા હોય છે. જે લોકોની હથેળીનો રંગ ઘાટ્ટો ગુલાબી હોય તો તે શાહી સુખ પ્રાપ્ત કરનાર હોય છે. આ વ્યક્તિના જીવનમાં સુખ, સમુદ્ધિ અને ધન વર્ષા થાય છે.

હથેળીમાં કાળા ધબ્બા

હથેળીમાં કાળા ધબ્બા હોય તો તે જાતક દુષ્પ્રવૃત્તિ કરનાર હોય છે, એટલે કે જીવન અસફળતાઓથી ભરેલું હોય છે. આ પ્રકારની હથેળી ધરાવનાર લોકોને કોઇ ને કોઇ પ્રકારનો નશો કરવાની ટેવ હોય છે. આ વ્યક્તિના જીવનમાં સુખ-સુવિધાઓનો અભાવ રહ્યાં કરે છે.