NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આ છે દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ, માત્ર 8 જ પાઈલટ્સ કરાવી શકે છે લેન્ડિંગ

આ છે દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ, માત્ર 8 જ પાઈલટ્સ કરાવી શકે છે લેન્ડિંગ

 | 8:13 pm IST

આમ તો દુનિયામાં એવા અનેક એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ અને ટેકઓફ બંને ખુબ મુશ્કેલ છે. પરંતુ આ એક એવું એરપોર્ટ છે જ્યાં દરેક પાઈલટ વિમાન લેન્ડ કે ટેકઓફ કરી શકતો નથી. ભૂટાનનું પારો એરપોર્ટ આ મામલે ખુબ ખતરનાક ગણાય છે. આ સ્થળ કુદરતી રીતે જેટલું ખુબસુરત છે એટલું જ તે ખતરનાક પણ છે. મોટા વિમાનો બનાવનારી મશહૂર કંપની બોઈંગે આ એરપોર્ટને દુનિયાના મોસ્ટ ડેન્જરસ એરપોર્ટમાં સામેલ કર્યું છે. આ એરપોર્ટ પર ખુબ જ અનુભવી અને કુશળ પાઈલટ જ લેન્ડિંગ કરાવી શકે છે. આ જ કારણે દુનિયાના હાલ 8 જ પાઈલટ એવા છે જેઓ આ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવા માટે ક્વોલિફાઈડ છે.

ભૂટાન દેશ હિમાલયની ગોદમાં વસેલો દેશ છે. અહીં ઊંચા પહાડો અને ઝાડ ખુબ છે. પારો એરપોર્ટ પર લેન્ડિંગથી પહેલા વિમાનોએ સીધા પર્વતો વચ્ચેથી પસાર થવાનું રહે છે. આ પહાડો ક્યાંક ક્યાંક ઘરો પણ બનેલા છે. અહીં રનવે દૂરથી નજરે ચડતો નથી. પહાડો વચ્ચેથી પસાર થતા પાઈલટને અચાનક રનવે દેખાય છે. આવામાં વિમાન પર કંટ્રોલ રાખવો સાધારણ પાઈલટ માટે ખુબ મુશ્કેલ બની રહે છે.

આ જગ્યાએ હંમેશા જોરદાર પવન ફૂંકાતો હોય છે. જેના કારણે વિમાનનું બેલેન્સ જાળવી રાખવા પાઈલટે વધારાના પ્રયત્નો કરવા પડે છે. આ ઉપરાંત એરપોર્ટના રનવેની લંબાઈ પણ માત્ર 6500 ફૂટ છે. દુનિયાના સૌથી નાના રનવેમાંના એક રનવે પર વિમાન લેન્ડ કરાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે.

પારો એરપોર્ટ પર ફક્ત દિવસે જ લેન્ડિંગ અને ટેકઓફની મંજૂરી છે. તે પણ જો હવામાન સારું હોય તો જ. વિશેષ પરિસ્થિતિઓમાં નાઈટ ટાઈમ ફાઈટ્સ દરમિયાન પ્રકાશની ભરપૂર વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રકાશ એટલો રખાય છે કે પાઈલટ પોતાની આંખોના ભરોસે નિર્ણય લઈ શકે, કોઈ મશીનના ભરોસે નહીં.