party organized to celebrate Diwali of ambani family in Mumbai
  • Home
  • DIWALI
  • અંબાણીની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો, બોલીવુડ અને ખેલ જગતની હસ્તિઓ શામેલ

અંબાણીની દિવાળી પાર્ટીમાં સ્ટાર્સનો જમાવડો, બોલીવુડ અને ખેલ જગતની હસ્તિઓ શામેલ

 | 7:22 pm IST

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મુંબઇમાં પોતાની ઇન્ડિયન પ્રિમિયર લીગ અને મુંબઇ ઇન્ડીયન્સના જીઓ વર્લ્ડ સેન્ટરમાં અંબાણી પરીવારની દિવાળીની ઉજવણી માટે શારદાર પાર્ટીનું આયોજન કર્યું હતુ.

આ આયોજનમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે સમારોહમાં પહોંચ્યા હતા. જેમાં નીતા અંબાણી ગુલાબી રંગના ટ્રેડીશનલ ડ્રેસમાં પહોંચ્યા હતા. તો મુકેશ અંબાણીના માતા કોકિલાબેન, નીતા અંબાણીના માતા પુર્ણીમા અને બહેન મમતા દલાલ પણ ઉજવણીમાં હાજર રહ્યાં હતા.

પરિવારની ઉજવણીમાં ઇસા અંબાણી પીરામલ પતિ આનંદ, સસરા અજય અને સાસુ સ્વાતી પીરામલ સાથે પહોંચ્યા હતા. જ્યારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા માટે આ ઉજવણી ખાસ રહી હતી.

કારણ કે લગ્ન પછીની આ પહેલી દિવાળી છે. અંબાણી પરિવારની ઉજવણીમાં હાર્દીક પંડ્યા, ઝહીર ખાન, સાગરીકા ઘાટગે, રોહીત શર્મા અને તેમની પત્ની, યુવરાજસિંહ, હેજ કીચ, મહેલા જયવર્ધને, કૃણાલ પંડ્યા જેવા ક્રિકેટર્સ પણ હાજર રહ્યાં હતા.

 આ વીડિયો પણ જુઓ: મુંબઇમાં અંબાણી પરીવારની દિવાળીની ઉજવણી માટે પાર્ટીનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન