Parul Chauhan Married To Chirag Thakkar, See The Beautiful Photos
  • Home
  • Featured
  • Photos: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીએ કર્યા લગ્ન, જોઈ લો સુંદર Pics

Photos: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની અભિનેત્રીએ કર્યા લગ્ન, જોઈ લો સુંદર Pics

 | 3:32 pm IST

ટીવી સીરીયરલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં સુવર્ણાનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ પારૂલ ચૌહાણે લગ્ન કરી લીધા છે. બુધવાર સવારે તે પોતાના બૉયફ્રેન્ડ ચિરાગ ઠક્કર સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ છે. એક્ટ્રેસનાં વેડિંગ મુંબઈ સ્થિત જુહૂનાં ઇસ્કોન મંદિરમાં થયા. પારૂલનાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દુલ્હનનાં પરિધાનમાં પારૂલની ખૂબસૂરતીનો કોઈ જવાબ નથી. તેમણે લાલ બનારસી સાડી પહેરેલી છે. એક્ટ્રેસે મરૂન કલરની વેલવેટ ચુંદડી પહેરી છે જેની બૉર્ડરમાં ગૉલ્ડન વર્ક કારીગરી કરવામાં આવી છે. પારૂલે બ્રાઇડલ લૂકને કમ્પલીટ કરતા હેવી જડેલા નેકલેસ અને લૉન્ગ ઈયરિંગ્સ પહેરી છે.

બીજી તરફ ચિરાગ વ્હાઇટ શેરવાનીમાં જોવા મળ્યો. બંને એકસાથે પરફેક્ટ કપલ જોવા મળ્યા હતા. લગ્નમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની સ્ટારકાસ્ટ પણ હાજર રહી હતી. લગ્ન બાદ બે રિસેપ્શન પાર્ટી થશે. પહેલી પાર્ટીનું આયોજન પારૂલનાં હૉમટાઉન લખીમપુર ખીરી (યૂપી)માં થશે. ત્યારબાદ મુંબઈમાં ટીવી ઇન્ડસ્ટ્રીનાં સ્ટાર્સ માટે પાર્ટીનું આયોજન કરવામાં આવશે. લગ્નમાં નજીકનાં સંબંધીઓ અને દોસ્તો સામેલ થયા હતા. સોશિયલ મીડિયા પર પારૂલની મહેંદીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પારૂલને સીરીયલ ‘વિદાઈ’નાં પાત્ર રાગિનીથી પૉપ્યુલારિટી મળી હતી. તેણે ઘણા ટીવી શૉમાં કામ કર્યું છે. પારૂલ અને ચિરાગ ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ચિરાગ ઠક્કર પણ એક્ટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.