પારુલ યુનિ.નું ટેન્શન વધ્યું : ડિગ્રી-ડિપ્લોમાની બેઠકો ભરવા આપશે વિવિધ ઓફર - Sandesh
  • Home
  • Baroda
  • પારુલ યુનિ.નું ટેન્શન વધ્યું : ડિગ્રી-ડિપ્લોમાની બેઠકો ભરવા આપશે વિવિધ ઓફર

પારુલ યુનિ.નું ટેન્શન વધ્યું : ડિગ્રી-ડિપ્લોમાની બેઠકો ભરવા આપશે વિવિધ ઓફર

 | 10:58 pm IST

ડો.જયેશ પટેલના પાપાચાર અને દુષ્કર્મકાંડની સીધી અસર હવે વર્ષ ૨૦૧૬-૧૭ની વડોદરાની પારુલ યુનિર્વિસટીની એડમિશન પ્રક્રિયા પર પડી રહી છે. પારુલ ખાતે નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. હવે વિદ્યાર્થીઓ કોઈપણ ભોગે આવી વિદ્યાશાખામાં શાખામાં પ્રવેશ નહી મેળવવો તેવો નિર્ધાર કરી ચૂક્યા છે.

એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ડિપ્લોમા ર્કોિસસ (એસીપીડીસી) અને એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ ર્કોિસસ (એસીપીસી) દ્વારા હાલમાં જ બહાર પાડવામાં આવેલાં આંકડા ઉપરથી આ બાબત ફલિત થઈ રહી છે. જેના પગલે વિદ્યાર્થીઓની સંખ્યા કરવા માટે મરણિયા બનેલા ફીમાં હપ્તા, ટ્રાન્સપોર્ટેશન ફ્રી, ર્બોડિંગમાં ડિસ્કાઉન્ટની ઓફર આપવાની તૈયારીઓ પારુલ યુનિ.એ કરી લીધી છે. ડિપ્લોમા કોર્સની ખાલી પડેલી અડધા ઉપરાંતની બેઠકો હવે કેવી રીતે ભરવી તેની ચિંતા પારુલ યુનિર્વિસટીના મેનેજમેન્ટને સતાવી રહી છે.

લોભામણી ઓફરને વશ થઈને હવે કેટલા વિદ્યાર્થીઓ ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવે છે તે જોવું રહ્યુ. બીજૂ બાજૂ સિનિયર ટીચર્સ પણ આવી કોલેજમાં કામ કરવાનુ પસંદ નથી કરતાં. તેઓ અન્ય કોલેજ તરફ વળી રહ્યા છે ત્યારે અન્ય શિક્ષકો જોડાય તેમજ તેમને પ્રલોભન આપવા માટે પારુલ યુનિર્વિસટીના મેનેજમેન્ટે પગાર ધોરણ પણ વધારીને દોઢાથી બમણુ કરી દેવાની ફરજ પડી છે. તેમ છતાંય ટીચર્સ કામ કરવા રાજી નથી કે નવા ટીચર્સ જોડાવવા પણ ઉત્સુક નથી.

હાલની સ્થિતિ અને સંજોગો જોતાં આ વર્ષે મેનેજમેન્ટને એન્જિનિયરિંગ અને ડિપ્લોમા બંને ઉચ્ચ શિક્ષણને લગતાં અભ્યાસક્રમની બેઠકો ભરવામાં ફાફાં પડે તેમજ મોટા ભાગની બેઠકો ખાલી રહે તો નવાઈ નહીં.

રાજ્યની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ આધારિત તેમજ અન્ય સેલ્ફ ફાયનેન્સ એટલે કે ખાનગી ધોરણે ચાલતી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ આપવાની કામગીરી એસીપીડીસી અને એસીપીસી દ્વારા મેરીટના ધોરણે રાજ્ય સ્તરે હાથ ધરવામાં આવે છે. એડીપીડીસી દ્વારા ધોરણ ૧૦ પછીના ડિપ્લોમા કોર્સમાં તેમજ એસીપીસી દ્વારા રાજ્યની તમામ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની કામગીરી કરવામાં આવે છે.

ગત મે – જૂન મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ જાહેર કરાયાં બાદ પ્રવેશ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રવેશ કામગીરીના ભાગરૃપે એસીપીસી અને એસીપીડીસી બંને દ્વારા અત્યાર સુધીમાં પ્રવેશ માટેના બે તબક્કાની કામગીરી આટોપી લેવામાં આવી છે. ઉપરાંત એડીપીડીસી દ્વારા હવે પ્રવેશ કામગીરી પૂરી થયાંની જાહેરાત કરી જે તે ખાનગી કોલેજની બાકી રહેલી બેઠકો ભરવા માટેની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે.

બીજી બાજુ પ્રવેશ કામગીરી પૂરી થવાને આરે આવી હોવાં છતાં પારુલ યુનિર્વિસટી ખાતે એન્જિનિયરિંગની હાલ ૮૩૪ ઉપરાંત બેઠકો હજી ખાલી છે. ડિપ્લોમાની તો અડધોઅડધ ઉપરાંત તેથી પણ વધુ ૧૯૮૨ બેઠકો હજી ખાલી જ છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ડો.જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પ્રસિદ્ધિની ટોચ તરફ જઈ રહેલી પારુલ યુનિ.ની રાતોરાત પડતીની શરૃઆત થઈ ગઈ હતી. પારુલ યુનિ.ને આ કાળા ડાઘથી બચાવવા માટે રાતોરાત ડો.જયેશ પટેલને ચેરમેનપદેથી હટાવી દેવામાં આવ્યાં હતા અને તેમનાં પુત્ર ડો.દેવાંશુ પટેલે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૃ કરી હતી. જોકે, છેવટે જે ચર્ચા ચાલી રહી હતી તેવો જ ઘાટ થયો છે. પારુલ યુનિર્વિસટીના મેનજેમેન્ટને હવે આ ખાલી પડી રહેલી બેઠકો કેવી રીતે ભરવી અને તે ભરાશે કે નહીં તેની ચિંતા સતાવી રહી છે.

ફી પાછી મેળવવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો
શહેરની બાજૂમાં આવેલી પારૃલ યુનિર્વિસટી ખાતે યુનિર્વિસટીના એક સમયના સર્વેસર્વા ડો. જયેશ પટેલના પાપાચારને કારણે હાલ અભ્યાસ કરી રહેલાં તેમજ અજાણતામા પ્રવેશ મેળવી ચૂકેલાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ હવે તેમને પારૃલ યુનિર્વિસટી ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવવામા રસ ન હોઈ ફી પાછી મેળવવા સતત ધસારો કરી રહ્યા છે. એક બાજૂ નવા વિદ્યાર્થીઓ જોડાતા નથી ત્યાં જૂના વિદ્યાર્થીઓના ફી પાછી મેળવવા માટેના ધસારાને પગલે મેનેજમેન્ટ ચિંતામા મૂકાયુ છે. તેઓ વિદ્યાર્થીઓને ફી પાછી આપતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અટવાયા છે. તેમજ મેનેજમેન્ટ તેમની સાથે દુર્વ્યવહાર કરતુ હોવાની ફરીયાદો વિદ્યાર્થી વર્ગમાંથી ઉઠી છે.

ડીગ્રી-ડિપ્લોમા બાદ હવે ર્નિંસગ-ફાર્મસીના પણ વળતા પાણી
ગત શૈક્ષણિક વર્ષ સુધી પારૃલ યુનિર્વિસટી ખાતેના વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં સમગ્ર વડોદરા શહેર અને જિલ્લો તેમજ મધ્ય ગુજરાત ઉપરાંત સુરત તથા સૌરાષ્ટ્ર સહિતના અન્ય વિસ્તારોની અંદાજે ૨૫ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગર્વભેર અભ્યાસ કરતી હતી. પરંતુ ડો. જયેશ પટેલના પાપાચાર બાદ હવે પારૃલ યુનિર્વિસટીના વળતા પાણી આવ્યા છે. જેના ફળસ્વરૃપે આ વર્ષે ડીગ્રી એન્જિનિયરિંગ અને ત્યાર બાદ હાલમાં જ ડીપ્લોમા કોર્સની ઘણી ખરી બેઠકો ખાલી રહી છે. આવા વિપરિત સંજોગો અને વિરોધી પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ર્નિંસગ અને ફાર્મસીમાં પ્રવેશની કામગીરી હાથ ધરાનાર છે. ત્યારે હવે આ બંન્ને અભ્યાસક્રમોની બેઠકોના શુ હાલ થાય છે તે જોવાનુ રહ્યુ. ડીગ્રી અને ડિપ્લોમા બાદ હવે ર્નિંસગ અને ફાર્મસીના પણ વળતા પાણી જ આવશે તેમ આ ક્ષેત્રના જાણકારોનુ અનુમાન છે. નોંધનીય છે કે, આ બંન્ને ઉચ્ચ અભ્યાસક્રોમમાં વિદ્યાર્થીઓની તુલનામા વિદ્યાર્થીનીઓની સંખ્યા મહત્તમ હોય છે. મોટાભાગે વિદ્યાર્થીનીઓ જ આ કોર્સમાં જોડાતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન