parveen babi death anniversary known facts about her life
  • Home
  • Featured
  • Photos: કપડાં કાઢીને રસ્તા પર ભટકતી હતી આ અભિનેત્રી, મૃત્યુ પામી ત્યારે ત્રણ દિવસ સડતી રહી લાશ

Photos: કપડાં કાઢીને રસ્તા પર ભટકતી હતી આ અભિનેત્રી, મૃત્યુ પામી ત્યારે ત્રણ દિવસ સડતી રહી લાશ

 | 7:44 am IST

જ્યારે બોલિવૂડમાં પોતાની ખુબસુરતી અને બેબાક અંદાજથી નીખરીને એક ચહેરો ચમક્યો ત્યારે તેણે સૌને એકવાર પોતાની તરફ આકર્ષિત કરી દીધા. 70નો દશક હતો જ્યારે મહિલાઓ ઘરની બહાર નીકળતી ન હતી ત્યારે આ અભિનેત્રીએ દુનિયાભરમાં ચર્ચા જગાવી હતી. 1976માં પ્રતિષ્ઠિત મેગેઝિન ટાઈમના કવર પર તેની તસવીર આવતા ચારેકોર તેની જ ચર્ચા રહી. આજે આ ખુબસુરત અભિનેત્રી પરવીન બાબીની પુણ્યતિથિ છે.

પરવીન બાબી તેમનાં પાશ્ચાત્ય દેખાવ, બિન્ધાસ્ત મિજાજ અને પરંપરાગત માનસિકતાથી નોંખા પડતાં હોવાથી બહુ ઝડપથી ફિલ્મોમાં તેમને સફળતા મળવા લાગી. ખાસ કરીને એ સમયના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે તેમની જોડી ભારે લોકપ્રિય બની હતી. દિવાર, અમર અકબર એન્થની, શાન, મજબૂર જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમની હાજરી નોંધપાત્ર બની હતી.

પરવિન બાબી તેમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતાં. તેઓ 10 વર્ષના હતાં ત્યાર તેમનાં પિતાનું અને 17 વર્ષની વયના હતાં ત્યારે માતાનું નિધન થઈ ગયું હતું. એ પછી જૂનાગઢમાં વસતાં પૈતૃક સંબંધીઓ સાથે તેમને કોઈ સંબંધ રહ્યો ન હતો. તેમણે લગ્ન કર્યા ન હતા, પરંતુ ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટ ઉપરાંત અભિનેતાઓ કબીર બેદી, ડેની સાથે તેમને એક તબક્કે નિકટના સંબંધો રહ્યા હતા.

પરવીન બાબીએ 15 વર્ષની ફિલ્મી કરિયરમાં લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યુ જેમાંથી 12 ફિલ્મો અમિતાભ બચ્ચન સાથે હતી. પોતાના સમયમાં પરવીન બાબી સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી હતી.

અંતિમ સમયે પરવીન બાબી એટલી એકલી પડી ગઈ હતી કોઈ તેની આસપાસ પણ ફરકતુ ન હતુ. 56 વર્ષે તો તે ઉભી પણ થઈ શકતી ન હતી. 20 જીન્યુઆરી 2005ના દિવસે ગુમનામીના અંધારામાં તેણે છેલ્લા શ્વાસ લીધા. તેમનો મૃતદેહ ત્રણ દિવસ પડ્યો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન