Paskistani Cricketer Ahmed Shehzad want to join PM tiger force
  • Home
  • Corona live
  • PMની ટાઇગર ફોર્સમાં સામેલ થવા ઇચ્છે છે આ પાક. ખેલાડી, પણ ફેન્સે ટ્રોલ કરી ઉડાવી મજાક

PMની ટાઇગર ફોર્સમાં સામેલ થવા ઇચ્છે છે આ પાક. ખેલાડી, પણ ફેન્સે ટ્રોલ કરી ઉડાવી મજાક

 | 3:44 pm IST

હાલ આખી દુનિયાની જેમ પાકિસ્તાન પણ કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યું છે. ત્યાં કોરોના વાયરસના કારણે હજારો લોકો બીમાર છે. જ્યારે કેટલાક લોકો બેરોજગાર થયા છે. દેશમાં લોકડાઉનના કારણે કેટલાક લોકોને ત્યાં જરૂરી રાશન પણ નથી મળી રહ્યું છે. તેથી એવા લોકોને મદદ કરવા માટે પીએમ ઇમરાન ખાને એક ટાઇગર ફોર્સ બનાવી છે. જેનું કામ જરૂરિયાતમંદો સુધી ખાનાનું પહોંચાડવાનું છે.

ત્યારે હવે મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના બેટ્સમેન અહેમદ શહેઝાદ(Ahmed Shehzad) એ પીએમની આ ટાઈગર ફોર્સમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સોમવારે શહેઝાદે કહ્યું કે તે પીએમની ટાઇગર ફોર્સમાં સામેલ થવા ઇચ્છે છે અને કોરોના વાયરસની લડાઈમાં જરૂરિયાદમંદોની મદદ કરવા માંગે છે. જોકે સંકટની આ ઘડીમાં શહેઝાદનો આ વિચાર ખૂબ જ વખાણવા લાયક છે. પરંતુ ઘણા ક્રિકેટ ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક ફેન્સે તો એમ પણ કહ્યું કે શહેઝાદની ક્રિકેટ હવે ખતમ થઈ ચૂકી છે. હવે તે આજ કરી શકે છે.

આપણે જણાવી દઈએ કે અહમદ શહેઝાદ છેલ્લા અમુક સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પાકિસ્તાન સુપર લીગની 5મી સીઝન તેના માટે ખૂબ જ ખરાબ રહી. ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતા તેને 7 મેચમાં માત્ર 61 રન બનાવ્યા હતા. શહેઝાદની સરેરાશ માત્ર 8.71 રહી. આ પહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસન સાથે લાઇવ ચેટમાં પણ શહેઝાદ ખરાબ રીતે ટ્રોલ થયો હતો.

આ વીડિયો પણ જુઓ: અમરેલીના રાજુલામાં માતાએ 3 પુત્રો સાથે કર્યો આપઘાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન