Pass and Fail in Reality Check of Some Famous Restaurant from Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની કઇ-કઇ નામચીન રેસ્ટોરન્ટ સંદેશના રિયાલિટી ચેકમાં થઇ પાસ અને ફેઇલ

અમદાવાદની કઇ-કઇ નામચીન રેસ્ટોરન્ટ સંદેશના રિયાલિટી ચેકમાં થઇ પાસ અને ફેઇલ

 | 10:26 pm IST

સંદેશ ન્યૂઝ દ્વારા સમયાંતરે અલગ અલગ ઓપરેશનો કરીને સમાજના અને તંત્રના દૂષણો ખુલ્લા કરવામાં આવે છે. સંદેશ દ્વારા સમાજ પ્રત્યે અને પત્રકારત્વ પ્રત્યે વફાદાર રહીને ફરી એક વખત ઓપરેશન પ્રાણ અંતર્ગત એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવશે. મોટી દુકાનો અને ફરસાણની દુકાનોમાં તમારા શરીર સાથે કેવી રીતે ચેડા કરવામાં આવે છે તેનો ચીતાર આપી રહ્યા છીએ. આ પહેલા પણ સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન ‘બ્લેક એન્ડ વ્હાઈટ’, ઓપરેશન ‘માં’, ‘ઓપરેશન ડેન્જર’, ઓપરેશન જંગલરાજ, ‘ઓપરેશન ખુશબૂ’, ‘ઓપરેશન ઝીરો’, ઓપરેશન ગાય’બ’, ઓપરેશન મધર ઇન્ડિયા પાર પાડવામાં આવ્યા છે. જેમા સમાજને લગતા પ્રશ્નોને ઉઠાવવામાં આવ્યા છે. તથા ગુજરાતની પ્રજા સાથે થતા અત્યાચાર અને તેમના જીવન સાથે થતા ચેડાને જાહેર કરવામાં આવ્યા છે.

આપણે એ જાણ્યુ કે દાઝીયું તેલ કેવી રીતે શરીર માટે ઝેર સમાન છે. ત્યારે ત્યારે આવો તમને બતાવીએ શહેરની એવી રેસ્ટોરાં જે જ્યાં તમે મોંઘાદાટ બિલ ચૂકવીને જમો છો. પણ તેઓ તમારા પૈસા લૂંટીને પણ તમને ઝેર આપી રહ્યા છે.

દાઝીયું તેલનો ઉપયોગ કરવો કાયદેસર ગુનો છે. કારણ કે તે શરીર માટે ઝેર સમાન છે. છતાં શહેરમાં તેલની ગુણવત્તાને લઇને જાણે કોઇ ધારા ધોરણ અને કોઇ નિયમ જ ન હોય તેમ અંધેરીનગરી જેવો તાલ જોવા મળી રહ્યો છે. નાની દૂકાનોથી લઇ ઇન્ટરનેશનલ ફૂડ ચેઇન્સ પર દાઝીયા તેલમાં બનેલું ઝેર તમને પીરસી રહી છે. અમદાવાદની 70 લાખની વસ્તીને રોજ ચટાકેદાર ભોજનના નામે પીરસાતા ઝેરનું સંદેશન્યૂઝે રિયાલીટી ચેક કર્યું હતું.

સંદેશ ન્યૂઝની તપાસમાં પ્રહલાદનગરનું મેકડોનાલ્ડ્સ – ફેઇલ

પ્રહલાદ નગરનું બર્ગર કિંગ પણ – ફેઇલ

માનસી સર્કલનું ગ્વાલિયા પણ ફેઇલ

ગ્વાલિયા જવાહર ચોક બ્રાન્ચ પણ ફેઇલ

મેમનગરનું અપ સાઉથ રેસ્ટોરેન્ટ પણ ફેઇલ

મણિનગરના જવાહર ચોકનું દાસ ખમણ પણ ફેઇલ

મણિનગરનું વિપુલ દુધિયા પણ છે ફેઇલ

જવાહર ચોકનું જય ભવાની પણ ટોટલ ફેઇલ

ગુરૂકુળ રોડનું મયુર ભજીયા પણ ટોટલ ફેઇલ

મણિનગરનું લિજ્જત ખમણ – ફેઇલ… ફેઇલ

મણિનગરનું માણેક ચોક ગાઠિયા – ફેઇલ…

કાંકરિયાનું મહેતા સ્વીટ્સ એન્ડ ચવાણા હાઉસ – ટોટલ ફેઇલ

જજીસ બંગ્લોઝનું ગાંઠિયા રથ – ફેઇલ

ગુરૂકુળ રોડનું કૃણાલ સ્વીટ્સ તો છે એકદમ ફેઇલ

મણિનગરનું રસના સ્વીટ્સ એન્ડ ચવાણાં – ફેઇલ

મણિનગરના સંકલ્પ રેસ્ટોરેન્ટમાં હાનિકારક તેલના નમૂના

સંદેશ ન્યૂઝના ઓપરેશન પ્રાણમાં કેટલીક બ્રાન્ડના સેમ્પલ પાસ થયા

ઈસ્કોન ગાંઠીયા, પરાઠા હાઉસ અને ગુરૂકૃપા ગાંઠીયા – પાસ

જસ્સી દે પરાઠે, ચોઈસ સ્નેકબાર અને ઈંદોર સમોસા  – પાસ

વસ્ત્રાપુરની ઓનેસ્ટનું, મિર્ચ મસાલા ભોજન પણ ગુણવત્તાયુક્ત

અમદાવાદનું જાણીતું રાયપુર – આસ્ટોડિયા ભજીયા હાઉસ – પાસ

ખાદ્ય પદાર્થ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. એક જ તેલનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે લોકેને કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે. તેલના વારંવાર ઉપયોગથી જીવલેણ રોગ થઈ શકે છે. આવા તેલથી કેન્સર જેવા ભયાનક રોગ થવાની પ્રબળ સંભાવનાઓ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા કેટલાક વેપારીઓને આકરી સજા થવી જોઇએ અને તંત્ર દ્વારા પણ આકરા પગલા લેવા જોઇએ.

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ

તળવા માટેના ખાદ્ય તેલની ગુણવત્તાની જાળવણી જરૂરી

દાઝીયા તેલની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડના અંકથી થાય

૨૫થી વધારે TPC તેલના ઉપયોગ પર પ્રતિબંધ

વારંવાર અને લાંબો સમય તળવા તેલની ગુણવત્તામાં ઘટાડો

તેલ કાળુ પડી જાય છે અને ધુમાડા ઉત્પન્ન થાય છે

૨૫થી વધારે TPC હોય તે તેલ ઉપયોગ કરવા લાયક નથી

૨૦ સુધીના TPC તેલીયું ફરસાણ આરોગ્ય માટે હાનિકારક નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન