PASS Former Convener Reshma Patel Attack On Gujarat BJP
  • Home
  • Featured
  • રેશમા પટેલનો ધડાકો- BJPના 5 થી 7 ધારાસભ્યો અમારા સંપર્કમાં, નામ અંગે કહ્યું…

રેશમા પટેલનો ધડાકો- BJPના 5 થી 7 ધારાસભ્યો અમારા સંપર્કમાં, નામ અંગે કહ્યું…

 | 1:55 pm IST

ગુજરાત કૉંગ્રેસમાં સબ સલામતના દાવા ઠોકતા બળવાખોરોએ માથું ઉંચકતા લોકસભાની ચૂંટણી પહેલાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ગુજરાત કૉંગ્રેસમાં કંઇક બળતું હોવાનું ગંધ આવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કૉંગ્રેસને લઇ વિવાદાસ્પદ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. તો નીતિન પટેલને પડકારતા રેશમા પટેલે ધડાકો કર્યો.

પૂર્વ પાસ કન્વીનર રેશમા પટેલે કહ્યું કે અમારા સંપર્કમાં ભાજપના 5 થી 7 ધારાસભ્યો સંપર્કમાં છે. ભાજપના MLA અમને કહે છે કે અમે કંટાળ્યા છીએ પણ કહી શક્તાનું નથી. વ્યક્તિગત નુકસાન ભોગવવું પડે તે માટે હું કોઇનું નામ આપતી નથી. અમે બંધ બારણે નહીં ખુલીને બંડ પોકારીશું. કોંગ્રેસ પહેલા જ BJPમાં વિસર્જન થાય તો નવાઈ નહીં.

નીતિન પટેલનું વિવાદાસ્પદ નિવેદન
ગુજરાત કૉંગ્રેસમાં જૂથવાદને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે લોકસભા પહેલાં જ કૉંગ્રેસ તૂટશે. કોંગ્રેસમાં સિનિયર નેતાઓનો અસંતોષ ચરમસીમાએ છે.

રેશમા પટેલે ધડાકો કર્યો કે ભાજપને કહીએ પક્ષ માટે રાજનીતિ કરો છો કે લોકો માટે. બીજાના પક્ષ પર પ્રહાર કર્યા કરતાં કામ કરવું જોઇએ. ભાજપ ગંગા જેવું પવિત્ર છે તો અમે ભાજપમાં એક વિશ્વાસથી આવીએ છીએ પરંતુ કામો થતા નથી. જો જો 2019ની લોકસભા આવતા કયાંક ભાજપનું વિસર્જન ના થઇ જાય. અમારે પવિત્ર થવા BJPમાં આવવું નથી. 

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે થોડાંક દિવસ પહેલાં જ કહ્યું હતું કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે અને કૉંગ્રેસના નેતાઓ અહીં પાપ ધોવા આવી શકે છે. તેનો પણ રેશમા પટેલે જવાબ આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન