passenger attempts to open airplane door viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • 33,000 ફૂટ ઊંચાઈએ ફ્લાઈટમાં 3 દારૂડિયા એવા ધીંગાણે ચડ્યાં કે બધાની રાડ ફાટી ગઈ, શોકિંગ VIDEO

33,000 ફૂટ ઊંચાઈએ ફ્લાઈટમાં 3 દારૂડિયા એવા ધીંગાણે ચડ્યાં કે બધાની રાડ ફાટી ગઈ, શોકિંગ VIDEO

 | 1:23 pm IST

ધારી લો કે તમે એક વિમાનમાં મુસાફરી કરી રહ્યા છો અને વિમાન જમીનથી દુર આસમાનમાં 33,000 ફૂટ ઉંચે ઉડી રહ્યું છે. એ જ વિમાનમાં 3 શખ્સ દારૂ પીવે છે અને પછી ખેલ કરે છે. એવો ખેલ કે દરવાજો ખોલવા લાગે છે. તો સ્વાભાવિક છે કે બધાના શ્વાસ અધ્ધર થઈ જાય. કંઈક એવું જ બન્યું છે અને એનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

એક રિપોર્ટ પ્રમાણે આ ઘટના માસ્કોથી ફુકેટ જનારા વિમાનમાં બની હતી. કોઈ યાત્રીએ એનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો. ફુકેટ જનારી ફ્લાઈટમાં ત્યારે ઘણું બધું બન્યું હતું. આ એક નો-આલ્કોહોલ ફ્લાઈટ હતી. એનો સીધો મતલબ એવો હતો કે તેમાં દારૂ પીવાની મનાઈ હોય. તેમ છતાં 3 લોકોએ દારૂ પીને વિમાનમાં ખુબ ધમાલ મચાવી હતી અને લોકોને હેરાન કર્યા હતાં.

સૌથી પહેલા એક નશામા ધૂત માણસ 33,000 ફૂટ પર વિમાનનો દરવાજો ખોલવાની ટ્રાય કરતો હતો. તો બીજાએ દારૂ પીધા બાદ લડાઈ કરવાનું શરૂ કરી દીધું. તો ત્રીજો સિગારેટ લઈને ટોયલેટમાં ધુમાડાના ગરગોટા કાઢવા લાગ્યો. એક ટીવી રિપોર્ટર પણ આ જ ફ્લાઈટમાં હતી. તે આખી ઘટના જણાવે છે કે, પહેલા 30 મિનિટ સુધી બરાબર હતું. પરંતુ ત્યારબાદ પ્લેનમાં અજીબો ગરીબ ઘટના થવા લાગી. પછી કેપ્ટને જણાવ્યું તે 3 લોકો નશામાં ગાંડા થઈને શોર મચાવી રહ્યા છે.

ફ્લાઈટમાં એક ડોક્ટર પણ હાજર હતો. તેણે તેને શાંત કરવાની કોશિસ કરી પણ તે ન માન્યો. પછી તેને સાત લોકોએ પકડી રાખ્યો અને બાંધી દીધો. છતાં તે હાથમાં નહોતો રહેતો, જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન