Passenger strips naked on Air India Express flight mid-air
  • Home
  • NRI
  • વિમાનમાં પેસેન્જર અચાનક જ કપડા ઉતારીને ઉભો રહી ગયો, થઈ જોવા જેવી

વિમાનમાં પેસેન્જર અચાનક જ કપડા ઉતારીને ઉભો રહી ગયો, થઈ જોવા જેવી

 | 2:26 pm IST

દુબઇથી લખનઉ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક પ્રવાસીએ અચાનક ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે ફ્લાઇટમાં મુસાફરી કરતા અન્ય મુસાફરો આશ્ચર્યમાં મુકાયા હતા. ક્રુ મેમ્બરોએ સ્થિતિ સંભાળી લીધી હતી.

વિમાન જ્યારે હજારો ફૂટ ઉંચે હવામાં ત્યારે જ અચાનક એક મુસાફરે તેના ચાલુ ફ્લાઇટમાં પોતાના કપડા ઉતારી દીધા હતા.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ દુબઇથી લખનૌ આવી રહી હતી તે દરમિયાન એક પેસેન્જરે કપડા ઉતારી દીધા હતાં. મુસાફર અચાનક જ નગ્ન થઈ ગયો હતો. જો કે મુસાફરની આ હરકત જોઈ જતા બે ક્રુ મેમ્બર તેની સીટની બાજુમાં પહોંચી ગયા હતા અને તેના શરીર પર ધાબળો ઓઢાડી દીધો હતો. આ બંને ક્રુ મેમ્બર ફ્લાઇટ લખનઉ પહોંયી ત્યાં સુધી તેની પાસે જ બેસી રહ્યા હતા. આ ઘટના 29 ડિસેમ્બરનાં રોજ બની હતી.

ફ્લાઇટ લખનઉ લેન્ડ થતાની સાથે જ, આ પેસેન્જરને સિક્યુરિટીને સોંપી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ પરની સિક્ટોરિટીએ આગળની તપાસ હાથ ધરી છે. જો કે, આ પેસેન્જરે આવું શા માટે કર્યુ તે હજુ સુધી બહાર આવ્યું નથી પણ

એર ઇન્ડિયાનાં પ્રવક્તાએ જણાવ્યું કે, આગળની તપાસ એરોપર્ટ સલામતી દળનાં જવાનો કરી રહ્યાં છે અને તપાસ ચાલું છે. વિમાનમાં 140 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન