અમદાવાદ એરપોર્ટમાંથી પેસેન્જરની સોનું ભરેલી બેગ ચોરાઈ - Sandesh
NIFTY 10,548.90 -16.40  |  SENSEX 34,400.56 +-26.73  |  USD 66.0100 +0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ એરપોર્ટમાંથી પેસેન્જરની સોનું ભરેલી બેગ ચોરાઈ

અમદાવાદ એરપોર્ટમાંથી પેસેન્જરની સોનું ભરેલી બેગ ચોરાઈ

 | 2:41 pm IST

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું ભરેલી બેગ ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. કસ્ટમ ક્લિયર કરાવતી વખતે કપડવંજ પાસેના આમલિયારા ગામના વતનીની બેગ કોઈ અજાણ્યો ઈસમ લઈને ફરાર થઈ જતા એરપોર્ટ ઓથોરિટીએ તપાસ શરૂ કરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કપડવંજ આમલિયારા ગામમાં રહેતા સુરેન્દ્રભાઇ બિહોલા દુબઇથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે એરપોર્ટમાં સુરેન્દ્રભાઇ પોતાની સાથે લાવેલા લગેજનું કસ્ટમ કિલયર કરાવતા હતા તે સમયે કોઇ અજાણ્યો ઇસમ બેગ ચોરી ફરાર થઇ ગયો હતો. સુરેન્દ્રભાઇ પાસે બે બેગ હતી જેમાં એક બેગને કસ્ટમ વિભાગે ચેક કરી હતી. ત્યાર બાદ બીજી બેગ પણ ચેક કરાવવા માટે સુરેન્દ્રભાઇ કસ્ટમ વિભાગમાં પહોંચ્યા ત્યારે કસ્ટમ વિભાગે ચેક કરેલી બેગ ગાયબ થયેલી જણાઈ હતી.

આ બેગમાં સુરેન્દ્રભાઇ દુબઇથી સોનાના દાગીના તથા બાળકો માટે કપડાં લાવ્યા હતા. એરપોર્ટ પરથી બેગ ગાયબ થતાં સુરેન્દ્રભાઇએ ઊહાપોહ મચાવ્યો હતો. જેમાં કસ્ટમ વિભાગ તેમજ સુરક્ષા એજન્સીના કર્મીઓ તેમની પાસે પહોંચી ગયા હતા અને ચોરાયેલી બેગ મામલે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જોવામાં આવશે.