Passengers frustrated as sea-plane was closed just after festivals
  • Home
  • Ahmedabad
  • તહેવારો ટાણે જ સી-પ્લેન બંધ રહેતાં ફરવા માગતા મુસાફરો અકળાયા

તહેવારો ટાણે જ સી-પ્લેન બંધ રહેતાં ફરવા માગતા મુસાફરો અકળાયા

 | 8:29 am IST
  • Share

  • રજામાં જ હવાઈ સેવા બંધ હવે શરૂ કરે તો બેસવા કોણ આવશે?

  • સી-પ્લેનના ઠેકાણાં નથી ત્યાં હેલિકોપ્ટર રાઈડ ચાલશે? : લોકોમાં આક્રોશ

સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જવા શરૂ કરાયેલી સીપ્લેન સેવા જાણે પાણીમાં ગઇ હોય તેવું લોકોને લાગી રહ્યું છે. ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા રિવરફ્રન્ટમાં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એટલે લોકો કહી રહ્યા છે કે સીપ્લેનના જ ઠેકાણાં નથી તો આ હેલિકોપ્ટર રાઇડની આશા કયાંથી રાખીએ ?

સાબરમતી રિવરફ્રન્ટમાં શરૂ કરાયેલી સી-પ્લેન સેવા જ્યારથી શરૂ થઇ ત્યારથી વિવાદમાં જ છે. કયારેક ટ્રિપ રદ થઇ જાય તો કયારેક સી-પ્લેન મેઇન્ટેનન્સમાં હોવાના કારણે લોકોને નિરાશ થવાનો વારો આવે છે. છેલ્લા ઘણા દિવસથી મેઇનટેન્સમાં ગયેલું સી-પ્લેન પરત ન ફરતાં તેમાં મુસાફરી કરવા ઇચ્છુક શહેરીજનોને નિરાશ થવાનો વારો આવ્યો છે. દિવાળીના તહેવારમાં શહેરીજનો કેવડિયા કોલોની સી-પ્લેનમાં જવા માટે તેની વેબસાઇટ ઉપર ટિકિટ બુક કરાવવા મથામણ કરતાં હતા, પરંતુ તેની વેબસાઇટ ઉપર કોઇ બુકિંગ થતું ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ અંગે સી-પ્લેનના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને તપાસ કરતાં તેમણે પણ અત્યારે સી-પ્લેન સુવિધા બંધ હોવાનું અને કયારે શરૂ થશે તે અંગે કોઇ જાણકારી ન હોવાનું કહીને હાથ ખંખેરી લીધા છે.

એટલે સી-પ્લેનમાં મુસાફરી કરવા ઇચ્છુક શહેરીજનોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, તહેવારો ટાણે જ સી-પ્લેન બંધ છે. તહેવારો બાદ જો આ સુવિધા શરૂ કરે તો પ્લેનમાં બેસવા કોણ આવશે ?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો