ભાનુભાઈની મોત પહેલાનો છેલ્લો Video વાઈરલ થયો, જેમાં આત્મવિલોપનની ચીમકી આપે છે - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ભાનુભાઈની મોત પહેલાનો છેલ્લો Video વાઈરલ થયો, જેમાં આત્મવિલોપનની ચીમકી આપે છે

ભાનુભાઈની મોત પહેલાનો છેલ્લો Video વાઈરલ થયો, જેમાં આત્મવિલોપનની ચીમકી આપે છે

 | 2:38 pm IST

પાટણના દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરે કરેલા આત્મવિલોપનના પ્રયાસ બાદ ગઈકાલે મોડી સાંજે તેમનું મોત નિપજ્યું હતું. તેના બાદ આજે સવારે સઘન સુરક્ષાની વચ્ચે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પરંતુ મૃતકને ન્યાય અપાવવાની માંગણી સાથે પરિવારે તેમનો મૃતદેહ લેવાની ના પાડી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો ન્યાયની માંગણી કરી રહ્યા હતા. તો બીજી તરફ ઊંઝા બંધની પણ જાહેરાત કરી દેવાઈ છે. ત્યારે પાટલ જમીન વિવાદમાં આત્મવિલોપન કરી મોતને ભેટનાર ભાનુભાઈ વણકરનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં રૂપિયા ભરવા છતાં જમીન ન મળતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

ભાનુભાઈના આત્મવિલોપન પહેલાનો આ વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પાટણ જમીનની વિવાદનો ઉલ્લેખ કરી રહ્યા છે અને સાથે જ આત્મવિલોપનની ચીમકી પણ આપી રહ્યા છે. રૂપિયા ભરવા છતાં જમીન ન મળ્યાનો આરોપ પણ તેઓ લગાવી રહ્યા છે તેવું વીડિયોમાં જોઈ શકાય છે.