પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિએ મહેશ કનોડિયાને ડોક્ટરેટની પદવી એનાયત કરી - Sandesh
  • Home
  • Featured
  • પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિએ મહેશ કનોડિયાને ડોક્ટરેટની પદવી એનાયત કરી

પાટણ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિએ મહેશ કનોડિયાને ડોક્ટરેટની પદવી એનાયત કરી

 | 8:53 pm IST

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વિસટી દ્વારા ગુરુવારે તેનો સ્થાપના દિન વિશેષ રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહ યોજવા સાથે ગુજરાતી ફિલ્મોમાં સંગીત ક્ષેત્રે આગવું પ્રદાન કરનારા મહેશ કનોડિયાને ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વર્ષ ર૦૧૬-૧૭ નાં કુલ ૯૦ વિધાર્થીઓને ૧રર સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વિસટીનો આજે સ્થાપના દિન અને સુવર્ણ ચંદ્રક વિતરણ સમારોહ કન્વેન્શન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી પ્રો.સીતાંશુ યશશચંદ્રા ઉપસ્થિત રહ્યા હતા તો સાથે ગુજરાતી ફિલ્મોમાં સંગીત ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર મહેશ કનોડીયાને પણ ર્ડાક્ટરેટની માનદ પદવી આપવાની હોઈ તેઓ તેમજ તેઓના ભાઈ નરેશ કનોડીયા અને તેમના પુત્ર હિતેશ કનોડીયા તથા યુનિર્વિસટીના કુલપતિ, રજીસ્ટ્રાર દ્વારા દીપપ્રાગટય કરી સમારોહને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

હિતેશ કનોડીયાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિર્વિસટી દ્વારા જે ર્ડાક્ટરેટની ડીગ્રી આપવામાં આવી તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નરેશ કનોડીયાએ પણ યુનિર્વિસટીનો આભાર માની તેઓના કંઠે ગુજરાતી ગીતની પંક્તિઓ દર્શકોને સંભળાવતા દર્શકો પણ ઝુમી ઉઠયા હતા. તો આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પદ્મશ્રી સુતાંશુ યશશચંદ્રએ જણાવ્યું હતું કે યુનિર્વિસટીનો આજે સ્થાપના દિવસ છે. તે ગર્વની વાત છે. અને આજના દિવસે અધ્યાપકોને આ બાબતનું ખૂબ જ મહત્વ હોવું જોઈએ. તો સાથે વાલીઓ અને વિધાર્થીઓનો પ્રસંગ છે. સોનું તિજોરીમાં નહી પણ અંગ પર શોભે છે. આજના દિવસે તિજોરીમાં પડેલ સોનાને વિધાર્થીઓના ગળામાં મુક્યા છે ત્યારે આ ગોલ્ડ મેડલ મેળવ્યા પછી શું? ત્યારે આ બાબતે વિધાર્થીઓને ખૂબ જ ચિંતન કરવાની જરૃર છે. આજે મેળવેલું જ્ઞાન વર્ષો પછી તે જૂનું થઈ જાય છે માટે કંઈક નવું કરવા માટે જ્ઞાનમાં ઉમેરો કરવા માટે સતત વિદ્યાર્થીઓને મથતા રહેવું પડશે. જ્ઞાનમાં જે ભૂલો રહેલી છે તેને કાઢી આગળ વધવું પડશે. તેમના અભિભાષણ પછી યુનિર્વિસટીમાં વર્ષ ર૦૧૬-૧૭મા શિક્ષણ ક્ષેત્રે સારી ટકાવારી મેળવનારા ર૧ વિધાર્થીઓ તેમજ ૬૯ વિધાર્થિનીઓ મળી કુલ ૯૦ વિધાર્થીઓને ૧રર સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.