Patana: Police Shocked After Know The Truth Of Man Who Dead
  • Home
  • Featured
  • મોબાઈલમાં અશ્લિલ ફિલ્મ જોતા જોતા યુવકે કરી એવી હરકત કે આવી ગયો જિંદગીનો અંત

મોબાઈલમાં અશ્લિલ ફિલ્મ જોતા જોતા યુવકે કરી એવી હરકત કે આવી ગયો જિંદગીનો અંત

 | 8:37 pm IST

સ્માર્ટફોને એક તરફ આપણી જિંદગીને સરળ બનાવી દીધી છે, તો બીજી તરફ તેનાથી અનેક મુશ્કેલીઓ પણ પડે છે. તમે ઑનલાઇન પબજી ગેમ રમતા કે સેલ્ફી લેવાનાં ચક્કરમાં જીવ ગુમાવવાનાં સમાચારો સાંભળ્યા હશે, પરંતુ બિહારની રાજધાની પટણામાં મોબાઈલ ફોન પર પોર્ન ફિલ્મ જોઇને તેની નકલ કરવી એક યુવકને ભારે પડી અને જીવ ગુમાવી દીધો.

પાટલિપુત્ર વિસ્તારનાં નેહરૂ નગરમાં એક 34 વર્ષનાં યુવકની તેના રૂમમાં લાશ મળી. સૂચના મળતા જ પોલીસ અને એફએસએલની ટીમ તપાસ માટે ત્યાં પહોંચી તો તેમને યુવક ફંદા સાથે લટકતો જોવા મળ્યો. એફએસએલની ટીમે જ્યારે તપાસ માટે પહોંચી તો તેમને યુવક ફંદા સાથે લટકતો જોવા મળ્યો. એફએસએલની ટીમે જ્યારે ત્યાં પડેલા તેના મોબાઈલ ફોનને ખંગાળ્યો તો તેમના હોશ ઉડી ગયા. સ્વિચ ઑન થયેલા ફોનને એફએસએની ટીમે જેવો જ ઑન કર્યો તો તેમાં પૉર્ન વિડીયો ચાલવા લાગ્યો અને જેના પર વિડીયોમાં એક નગ્ન છોકરી જોવા મળી જે પોતાને ગળાથી બાંધેલી હતી, તો મૃતક યુવક પણ એ જ સ્થિતિમાં જોવા મળ્યો.

વિડીયોમાં જે મહિલા નગ્ન અવસ્થામં હતી એ જ અવસ્થામાં યુવકનાં હોવાને લઇને મનોચિકિત્સકોએ જણાવ્યું કે માનસિક રૂપથી વિકૃત કેટલાક લોકો બીડીએસએમનો અભ્યાસ કરે છે. બીડીએસએમનો મતલબ થાય છે કે આવા લોકો ખોટી રીતે પોતાના શરીરને કષ્ટ આપીને શારીરિક ઇચ્છાઓ પૂર્ણ કરે છે. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે જ્યારે પોર્ન વિડીયો જોઇને યુવક તેની નકલ કરી રહ્યો હતો. આ દરમિયાન તેનું ગળુ દબાઈ ગયું અને ત્યાંજ તેનું મૃત્યુ થઇ ગયુ. મોતનો ખુલાસો તેના ફોનમાં મળેલા વિડીયોથી થયો.

આ મામલે ડીએસપી રાકેશ કુમારે કહ્યું કે, તેમના કેરિયરમાં તેમણે આ પ્રકારનો પહેલો કેસ જોયો. આ પહેલા તેમની નોકરીનાં આટલા વર્ષોમાં આવો એક પણ કેસ નથી આવ્યો. કેસ નોંધાવીને શબને પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યું છે. મૃતક યુવાનને લઇને તેના રૂમ પાર્ટનરે જણાવ્યું કે તે પશ્ચિમ બંગાળનાં આસનસોલનો રહેવાસી હતો અને છેલ્લા 3 વર્ષથી પટનામાં રહીને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની નોકરી કરતો હતો.

આ વિડીયો પણ જુઓ: મોરબીમાં ૨૯૦૦ ફૂટના ત્રિરંગા સાથે સ્વતંત્ર યાત્રા યોજાઈ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન