બાબા રામદેવ-યોગી વચ્ચે સુલેહ! શું થયું UPમાં સ્થપાનાર રૂ.6000 કરોડના પતંજલિ મેગા ફૂડ પાર્કનું? - Sandesh
  • Home
  • Featured
  • બાબા રામદેવ-યોગી વચ્ચે સુલેહ! શું થયું UPમાં સ્થપાનાર રૂ.6000 કરોડના પતંજલિ મેગા ફૂડ પાર્કનું?

બાબા રામદેવ-યોગી વચ્ચે સુલેહ! શું થયું UPમાં સ્થપાનાર રૂ.6000 કરોડના પતંજલિ મેગા ફૂડ પાર્કનું?

 | 10:21 pm IST

ગ્રેટર નોઇડામાં બનનાર પતંજલિ ફૂડ પાર્કને રદ્દ કરવાની વાત પર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ચોખ્ખી ના પાડી દીધી છે. અવસ્થાપના અને ઔદ્યોગિક વિકાસ આયુકત અનુપ ચંદ્ર પાંડેયના મતે યમુના એક્સપ્રેસ-વેમાં પતંજલિ આયુર્વેદને
ફાળવવામાં આવેલ જમીન રદ્દ કરાઇ નથી. આપને જણાવી દઇએ કે જમીન રદ્દ થવાની વાતનો ઇન્કાર ત્યારે કરાયો છે જ્યારે આચાર્ય બાલકૃષ્ણને ટ્વીટ કરી આ વાતની પુષ્ટિ કરી હતી.

આ બધાની વચ્ચે પતંજલિના ફૂડ પાર્કની જમીન રદ્દ થયાના સમાચાર રાજકીય ગલિયારા સુધી પહોંચતા જ હડકંપ મચી ગયો. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પતંજલિના એમડી બાલકૃષ્ણનને ફોન કરી વાત કરી છે. સાથો સાથ મુખ્યમંત્રીએ બાલાકૃષ્ણને કહ્યું કે જે પણ ટેકનિકી સમસ્યા છે તેને દૂર કરી લેવાશે.

જાણો આખો મામલો શું હતો
ઉલ્લેખનીય છે કે 2016મા પતંજલિ ગ્રૂપ યમુના એક્સપ્રેસ-વે ઓથોરિટીમાં 465 એકર જમીન ફાળવવામાં આવી હતી. તેમાંથી 50 એકર જમીન પતંજલિ ગ્રૂપ મેગા ફૂડ પાર્ક માટે ટ્રાન્સફર કરાવા માંગે છે. સૂત્રોનામતે મેગા ફૂડ પાર્ક માટે જમીન ટ્રાન્સફર થવાથી ભારત સરકારની યોજનાના મતે કંપનીને છૂટ મળી શકે છે. ઔદ્યોગિક વિભાગનું કહેવું છે કે પતંજલિને જમીન આપવાનો નિર્ણય કેબિનેટમાં લેવામાં આવી હતી. જો કે આ જમીનમાંથી 50 એકર જમીનને ટ્રાન્સફર કરવા માટે કેબિનેટમાં લઇ જવું પડશે. તેની પ્રક્રિયા ચાલી રહી છે. હવેની કેબિનેટમાં જમીનના ટ્રાન્સફરના પ્રસ્તાવને મૂકાશે.

પહેલાં સમાચાર આવ્યા કે…
યોગગુરૂ બાબા રામદેવને યોગી સરકારથી મોટો ઝાટકો લાગ્યો છે. ગ્રેટર નોઇડામાં મેગા ફૂડ પાર્ક માટે આપેલી જમીનને રદ્દ કરી દેવાઇ છે. એવામાં હવે પતંજલિ ફૂડ પાર્કને કોઇ બીજા રાજ્યમાં શિફ્ટ કરવો પડશે. જો કે આ નિર્ણયથી ઉત્તર પ્રદેશને અંદાજે 10000 લોકોને રોજગાર મળવાની આશા ખત્મ થઇ ગઇ. આચાર્ય બાલકૃષ્ણે ટ્વીટ કરીને જમીન રદ્દ થયાની પુષ્ટિ કરી છે.

યોગગુરૂ બાબા રામદેવના નેતૃત્વવાળી પતંજલિ આયુર્વેદ લિમિટેડે રાજ્યમાં પ્રસ્તાવિત 6000 કરોડ રૂપિયાના પતંજલિ ફૂડ પાર્કને હવે બીજે કયાંક શિફ્ટ કરવાની વાત કહી છે. આચાર્ય બાલકૃષ્ણને માહિતી આપી છે કે ગ્રેટર નોઇડામાં ફૂ઼ડ પાર્કને રદબાદતલ કરી દીધો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારનું વલણ ખૂબ જ નિરાશાજનક છે અને તેનાથી ખેડૂતોની સ્થિતિ સુધરી શકતી નથી. તેમણે આ અંગેની માહિતી મળતા એક ટ્વીટ પણ કરી.


પતંજલિ આયુર્વેદના મેનેજીંગ ડાયરેકટર અને પતંજલિ યોગપીઠના સહ-સંસ્થાપક આચાર્ય બાલકૃષ્ણને કહ્યું કે રાજ્ય સરકારના નિરાશાજનક વલણને જોતા અમે ઉત્તર પ્રદેશમાં પ્રસ્તાવિત ફૂડ પાર્કને શિફ્ટ કરી રહ્યા છીએ. આનાથી રાજ્યના ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધારો થવાનો નથી.

2016મા અખિલેશ યાદવે કર્યો હતો શિલાન્યાસ
આપને જણાવી દઇએ કે 2016મા અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે નોઇડામાં યુમના એક્સપ્રેસ-વે ઔદ્યોગિકિ વિકાસ પ્રાધિકરણમાં પતંજલિ ફૂડ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે દાવો કર્યો હતો કે આ ફૂડ પાર્ક શરૂ થતાં જ લગભગ 10000 લોકોને નોકરી મળી જશે. આ પ્રોજેક્ટમાં પતંજલિ ગ્રૂપે 1600 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની વાત કહી હતી. જો કે હવે આ યોજના રદ્દ થઇ ગઇ.

રાજ્યને હતી મોટી આશાઓ
ઉલ્લેખનીય છે કે આ યુનિટના શિલાન્યાસના સમયે પતંજલિની તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે કંપની બુંદેલખંડ અને પૂર્વાંચલમાં પણ ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશે. રાજ્યની યોગી સરકાર અને ભાજપ સાથે સારા સંબંધો ધરાવતા રામદેવ અને તેમની કંપની પતંજલિની વચ્ચે આ ખટાશનું કારણ તો અત્યારે ખબર પડી નથી પરંતુ પતંજલિના આ નિર્ણયથી રાજ્યને નુકસાન થવાનું નક્કી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન