- Home
- Videos
- Featured Videos
- VIDEO: એક બે નહીં પણ ધડાધડ 6 યુવતીઓએ કાર્તિકને કરી KISS, લોકોએ કહ્યું-નસીબની વાત છે

VIDEO: એક બે નહીં પણ ધડાધડ 6 યુવતીઓએ કાર્તિકને કરી KISS, લોકોએ કહ્યું-નસીબની વાત છે
બોલિવૂડમાં ચોકલેટી બોય તરીકે ઓળખાતા કાર્તિક આર્યનના અવાર નવાર છોકરીઓ સાથે વીડિયો વાયરલ થતાં રહે છે. એ જ રીતે ફરીથી એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં કાર્તિકને ધડાધડ 6 છોકરીઓ પપ્પી કરતી દેખાઈ રહી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ફિલ્મ પતી પત્ની ઓર વોના ગીત ધીમે ધીમેના સેટ પરનું છે. આ ગીતની ડાન્સરો કાર્તિકના ગાલ પર કિસ કરતી નજરે પડી છે. એક કે બે નહીં પરંતુ 6 યુવતીઓ કાર્તિકને કિસ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોને ખુદ કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો જોઈને કોઈને કહ્યું ચોકલેટી બોય. તો કોઈને કહ્યું નબીસની વાત છે આ તો. તો કોઈએ વખાણ કર્યા છે.
હાલમાં જ ગીત ધીમે ધીમે રિલીઝ થયું છે. ગીતમાં ભુમિ અને અનન્યા સાથે કાર્તિક રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટોની કક્કર અને નેહા કક્કરે આ ગીત ગાયું છે. તો જુઓ આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન