13 ઓગસ્ટે નીકળશે પાટીદાર એક્તા યાત્રાઃ જોડાશે 40,000થી વધારે પાટીદારો - Sandesh
  • Home
  • Featured
  • 13 ઓગસ્ટે નીકળશે પાટીદાર એક્તા યાત્રાઃ જોડાશે 40,000થી વધારે પાટીદારો

13 ઓગસ્ટે નીકળશે પાટીદાર એક્તા યાત્રાઃ જોડાશે 40,000થી વધારે પાટીદારો

 | 7:50 pm IST

 

પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરો બનેલા હાર્દિક પટેલ અત્યારે જેલમાંથી બહાર ઉદેપુરમાં જામીનનો સમય પસાર કરી રહ્યા છે. હાર્દિક પટેલ ઉદેપુરમાં બેઠાબેઠા ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલનને વેગ આપવાનું કામ ગુપ્તરાહે કરી રહ્યો હોવાની માહિતી મળી રહી છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ જેલમાંથી બહાર આવ્યા બાદ આંદોલન ફરી વેગ પકડી રહ્યું છે. એવામાં પાસ કન્વીનરોએ મંગળવારની બેઠક બાદ જાહેરાત કરી છે કે 13 ઓગષ્ટે પાટીદારોની એકતાયાત્રા યોજાશે.

મળતી માહિત પ્રમાણે 13મી ઓગષ્ટના દિવસે તિર્થીધામ બહુચરાજીથી ઊંઝા સુધીની એકતા યાત્રા યોજાશે. આ પદયાત્રા 52 ગામોમાંથી પસાર થશે અને બીજા દિવસે ઊમિયાધામ પહોંચશે. આ યાત્રામાં 40થી 50 હજાર લોકો જોડાશે એવી શક્યતા છે. આંદોલનને ગતિ આપવા માટે જેના ભાગરૂપે આ યાત્રા કાઢવામાં આવશે. આવનારા દિવસોમાં 500થી વધારે આગેવાનોની બેઠક બોલાવવામાં આવશે. 100થી વધારે ગામોમાં રાત્રી સભાઓનું પણ આયોજન કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન