patidar-anaman-stir-pratik-patel-of-mahesna-injured-by-police-bullet
  • Home
  • Featured
  • હાર્દિકને લઇને પાટીદારોમાં વિરોધના સૂર, પ્રતિકની કહાની સાંભળી આંખના ખૂણા થઇ જશે ભીના

હાર્દિકને લઇને પાટીદારોમાં વિરોધના સૂર, પ્રતિકની કહાની સાંભળી આંખના ખૂણા થઇ જશે ભીના

 | 10:36 am IST

પાટીદાર અનામત અનંદોલનના હબ એવા મહેસાણામાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતાંની સાથે જ પાટીદાર સમાજમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. એક તરફ દિગ્ગજ નેતા બનવાની લાયમાં પાટીદાર સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યાનો આક્ષેપ મહેસાણાના મૃતક પરિવારો અને ઘાયલ પરિવારે કર્યો છે. બીજી તરફ આજે પરિવારની આંખો તેમના મૃતક અને ઘાયલ પરિવારના સભ્યના ફોટા અને રૂબરૂ જોતા આંખો નમ બનવા ગઈ છે.

હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજ નો ઉપયોગ કરાયો? હાર્દિક પટેલ એ એનું ઘર ભર્યું છે? આ વાક્ય અમારા નહિ પરંતુ મહેસાણાના પાટીદાર અનામત આંદોલનના મૃતક પરિવારના છે. કોગ્રેસમા ગયેલા હાર્દિકને લઈને આજે મહેસાણાના પાટીદાર સમાજમાં ભારે ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા ગયુ છે અને પરિવાર જે અનામત આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે તેવા પરિવાર આજે પણ તેના પુત્રને લઈને પોતાની આંખો નમઃ થવા ગઈ છે.

મહેસાણાએ અનામત આંદોલ નું હબ હતું. મહેસાણામાં 3 વ્યક્તિના મોત અને એક વ્યક્તિ ઇજા પામેલા હતા. જેમાં મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પર બે વ્યક્તિના મોત થયા હતા, જેમાં નિશિજ પટેલ ઘટના સ્થળ પર મોત થવા ગયું હતું અને મયુર પટેલ 5 માસ બાદ સારવાર દરમિયાન મોત થવા ગયું હતું. તો ઊંઝાના કનુભાઈ પટેલનું મોત આ આંદોલનમાં થયું હતું જ્યારે મોઢેરા ચાર રસ્તા પાસે પ્રતિકને માથા પર ગંભીર ઇજા થવા ગઈ હતી જેના પગલે હાલમાં 4 વર્ષ બાદ પણ આ પ્રતીકના પરિવારની હાલત કફોડી થઇ ગઇ છે.

પાટીદાર સમાજ માં હાર્દિકને લઈને વિરોધ શરુ કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલના એક સમયના સાથીદાર લાલજી પટેલ દ્વારા પણ હાર્દિક પટેલ પર નિશાન તાક્યું હતું. જોકે મહેસાણાના તિરુપતિ સોસયટીમાં રહેતા આંદોલનમાં ભાગ લેનાર પ્રતીક પટેલના પરિવારની હાલત કફોડી બની ગઈ છે ત્યારે પરિવારે સામે આવીને હાર્દિકને ખુલ્લો પાડ્યો છે.

તેમણે કહ્યું કે, અનામત આંદોલન પહેલા અમે સારી એવી જીવન જીવતા હતા. પરિવારમાં પિતા માતા પુત્ર અને તેમની તેમની પત્ની પુત્રી એમ પાંચ લોકો પોતાનું પરિવાર સારી રીતે જીવતા હતા પરંતુ 25 ઓગસ્ટ બાદ પુરા ગુજરાતમાં તોફાનો ચાલુ થઇ ગયા અને પ્રતિક બહાર પોતાના કામ માટે નીકળ્યા હતો, તે સમયે તેને માથામાં એક ગોળી વાગતા તેનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું હતું.

પ્રતિકનો જીવ તો આ ગોળીથી બચી ગયો પરતું તેમના પરિવારનું જીવન ખરાબ થઇ ગયું છે. ગોળી વાગ્યા બાદ પરિવારને સરકાર અને પાટીદાર સમાજમાંથી સારી એવી સહાય મળી હતી પરંતુ એ વાત ને 4 વર્ષ વિતતા હાલ તેમને કોઈ પણ જાતની સહાય મળી રહી નથી. પ્રતિકના પરિવારને હાલ મહીને 25૦૦૦ જેટલો દવાનો ખર્ચ થાય છે. પરતું તેમાંથી તેમને કોઈ સહાય હાલ મળતી નથી. જેને લઈને પરિવારે હાર્દિક પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.

પ્રતિકના પરિવાર સાથે જયારે સંદેશ ન્યૂઝે વાત કરી ત્યારે તેમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા હતા. તેમને જણાવ્યું હતું કે, અમને એમ હતું કે અમારો આ દીકરો અમારી વૃદ્ધા અવસ્થામાં અમારો સહારો બનશે. પરતું હાલ અમે તેનો સહારો છીએ. તે હાલ કોઈ પણ કામ જાતે કરી શકતો નથી હજી તેણે આગળ એક મોટું ઓપરેશન કરવાનું છે પરતું પૈસા ની તંગી ના કારણે અમે કરાવી શકતા નથી.

26 ઓગસ્ટ 2015ના દિવસે જે બન્યું ત્યાર બાદ અમારું જીવન ખરાબ થઇ ગયું છે. હાર્દિક અમારા દીકરાને પોતાનો ભાઈ માનતો હતો, પરંતુ ત્યારબાદ તે એને મળવા પણ નથી આવ્યો ના કોઈ સહાય કરી છે તેમણે કીધું હતું કે જો હાર્દિક મહેસાણા આવશે તો અમે વિરોધ કરીશું અને તેણે મહેસાણામાં ઘુસવા નહી દઈએ.

અનામત આંદોલને અનામતની માંગ સાથે હતું. જેમાં સરકારના મુખ્યમંત્રી પણ બદલાયા સરકારની સીટો પણ ઘટી અને જે નેતા ન હતા, એ આજે હાર્દિકની સમકક્ષ સમાજના આગેવાન થયા અને અમુક પક્ષને તો બોલવાનો મોકો પણ મળ્યો છે, જ્યારે હાલમાં સ્થિતિમાં આ પરિવાર માટે તો ભગવાન જ તેમના પરિવારનું ગુજરાન કરી રહ્યો છે તેમ કહીએ તો નવાઈ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન