patidar-community-pledged-rs-150-crore-in-a three-hours
NIFTY 11,416.30 +60.55  |  SENSEX 37,815.39 +170.49  |  USD 69.8175 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પાટીદારો માટે ગર્વની વાત, માત્ર 3 કલાકની અંદર ભેગા થયા 150 કરોડ રૂપિયા

પાટીદારો માટે ગર્વની વાત, માત્ર 3 કલાકની અંદર ભેગા થયા 150 કરોડ રૂપિયા

 | 11:38 am IST

ગુજરાતના અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉદ્દઘાટન સમારોહમાં લોકોએ ખુબ દાન કર્યું હતું. રવિવારે અહીં પાટીદાર સમાજે ત્રણ કલાકની અંદર 150 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. એટલે કે દરેક કલાકે 84 લાખ રૂપિયા ભેગા થયા હતા. અહીં 40 એકડમાં વિશ્વ ઉમિયાધામ મંદિર અને સમાજનું કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે, જેના માટે રૂપિયા ભેગા કરવાની અપીલ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ વર્ષ 2024 સુધીમાં પુરો થશે.

1,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં દેવી ઉમિયા માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. ઉમિયા માતા, પાટીદાર સમાજની બે મોટી જાતીઓની કુળદેવી માનવામાં આવે છે. અહીં બનનાર કોમ્પ્લેક્સમાં એક હોસ્પિટલ, સ્વાસ્થ્ય સુવિધાઓ, રમત અને સાંસ્કૃતિક કોમ્પ્લેક્સ બનશે. તેના સિવાય એક શિક્ષણ સંસ્થા, છોકરા-છોકરીઓ માટે હોસ્ટેલ અને બીજી ઘણી સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રોજેક્ટ કોર્ડિનેટર અને બીજેપીના સભ્ય સીકે પટેલે કહ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ પ્રોજેક્ટ માટે 100 કરોડ રૂપિયા ભેગા કરવાની અપીલ કરી હતી. રવિવારે તેમને 150 કરોડ રૂપિયા મળ્યા છે.

તેમને જણાવ્યું કે, મુંબઈમાં રહેતા પટેલ ભાઈઓએ સૌથી મોટી રકમ એટલે કે 51 કરોડ રૂપિયાનું યોગદાન કર્યું હતું. આ પટેલ ભાઈ મહેસાણાના નંદાસણ ગામના રહેવાસી છે. મંગળભાઈ (93) અને નારણ પટેલ (88) બન્ને ભાઈઓ મુંબઈમાં જમીન વ્યવસાય સાથે જોડાયેલા છે. તેના સિવાય મુંબઈના વાકેશ્વર, ગોરેગાંવ અને દાદર વિસ્તારમાં પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે, તેમને ઉમિયા માતાના મંદિર માટે સાત વર્ષ પહેલા ગોરેગાવમાં જમીન દાન કરી હતી. બન્ને ભાઈઓ હરિદ્વારમાં ઉમિયા માતાના મંદિર માટે 71 લાખ રૂપિયા પણ દાન કર્યા હતા.