Patidar leader Hardik Patel presents Punj Commission In Affidavit
  • Home
  • Ahmedabad
  • પાસ નેતા હાર્દિક પટેલને લઇને મોટા સમાચાર, સોંગદનામું રજૂ કરીને પૂંજ કમિશન સમક્ષ જણાવ્યું કે…!!

પાસ નેતા હાર્દિક પટેલને લઇને મોટા સમાચાર, સોંગદનામું રજૂ કરીને પૂંજ કમિશન સમક્ષ જણાવ્યું કે…!!

 | 11:50 am IST

પાટીદાર અનામત આંદોલન વખતે વર્ષ 2015માં તોફાનો ફાટી નીકળ્યા હતા, જેમાં પોલીસ દમન સહિતના વિવિધ આક્ષેપોની તપાસ કરી રહેલા નિવૃત્ત જસ્ટિસ કે.એ. પૂંજ સમક્ષ ગાંધીનગર ખાતે બુધવારે હાર્દિક પટેલ તરફથી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલે સોગંદનામામાં જણાવ્યું હતું કે, અમે બંધારણની મર્યાદામાં રહીને આંદોલન કર્યું હતું. પરંતુ પોલીસે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અચાનક લાઈટ બંધ કરીને લોકો પર બેફામ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એ સમયના ઈન્સ્પેક્ટર શેખ, રાજીવ રંજન ભગત, જે.સી. પટેલે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો અને લાઠીચાર્જ કર્યો હતો.

પાટીદાર અનામત આંદોલન વખતે ફાટી નીકળેલા તોફાનોમાં રાજ્યમાં 14 પાટીદાર યુવાનોની ગોળીબાર કરી હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માગણી કરાઈ છે.

પંચ સમક્ષ તોફાનો દરમિયાન જે રીતે પોલીસ ઘરમાં ઘૂસીને તથા માલસામાનને નુકસાન પહોંચાડયું છે તેમજ જે રીતે લોકોને માર મારવામાં આવ્યો તેના પુરાવા અને સીડી રજૂ કરવામાં આવ્યા છે.

હાર્દિકે સોગંદનામામાં વધુમાં જણાવ્યું છે કે, તોફાનો થયા, અશાંતિ ઊભી થઈ તેના માટે પોલીસ અને સરકાર જવાબદાર છે. 25 ઓગસ્ટ 2015ની સભા બાદ પાસ કન્વીનર વિરુદ્ધ ઘણા બધા ફોજદારી કેસ દાખલ કરાવાયા છે. તોફાનો વખતે ગોળીબારનો ઓર્ડર કોણે આપ્યો હતો તે બાબત આજદિન સુધી સ્પષ્ટ થઈ નથી.

આ પણ જુઓ વીડિયો: રાજકોટમાં સ્વામિનારાયણના સંતનો માંફી માગતો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન