patidars swooped in the state detention of 20 patidars diteina 200 bike at aravalli
  • Home
  • Gujarat
  • પાટીદારોનો હોબાળો: ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, 200 જેટલી બાઇકો ડિટેઇન

પાટીદારોનો હોબાળો: ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, 200 જેટલી બાઇકો ડિટેઇન

 | 4:07 pm IST

અનામત આંદોલન અને ખેડૂતોના પ્રશ્ન માટે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં નેતા અને સામાન્ય લોકો આવી રહ્યા છે.હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે અરવલ્લીના બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેવી કાઢતા હોબાળો થયો છે.

આ હોબાળામાં પોલીસે 20 પાટીદારોની અટકાયત કરી છે. તથા 200 જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે.

ગુજરાતમાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો
હાર્દિકની માંગને સરકાર માને તેને લઇને મોરબી રાજકોટ હાઇવે પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટ તથા મોરબીમાં પાટીદારો હાર્દિકને સમર્થન આપવા માટે રોડ પર ઉતરી આવીને રસ્તાઓ રોકી રહ્યા છે. જ્યારે કાગદડી ગામ પાસે પાટીદાર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો.

રાજકોટ ગોંડલનો ગુદાળા રોડ પણ સજ્જડબંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુદાળા રોડ પર સવારથી જ વેપારીઓએ હાર્દિકને સમર્થન આપવા માટે ધંધા રોજગારી બંધ કરીને દેખાવો કર્યા હતા. ત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે.