Patidars violate on hardik patel joining the Congress on social media
  • Home
  • Featured
  • પાટીદારોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાં જોડાવવાને લઇને હાર્દિકને ભાંડી બિભત્સ ગાળો

પાટીદારોએ સોશિયલ મીડિયા પર કોંગ્રેસમાં જોડાવવાને લઇને હાર્દિકને ભાંડી બિભત્સ ગાળો

 | 11:53 am IST

લોકસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ભાજપાના ધારાસભ્ય કોંગ્રેસમાં અને કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ રહ્યા છે. તો આ વચ્ચે હવે હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાઇ ગયો છે. જેને લઇને પટેલ સમાજના યુવકો દ્વારા હાર્દિક પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિરોધ દાખવવામાં આવી રહ્યો છે.

સમગ્ર મામલે મળતી માહિતી મુજબ હાર્દિકની કોંગ્રેસમાં જોડાવવાને લઇને રાજકોટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમા હાર્દિક પટેલને ઉલ્લેખીને અપશબ્દો લખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં હાર્દિક પટેલને સમાજના યુવાનો દ્વારા જ બીભસ્ત ગાળો લખવામાં આવી છે અને હાર્દિક વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

તો બીજી તરફ રાજકોટના નવા સાંસદ તરીકે પરેશ ગજેરા આવે છે તેવા ફોટા વાયરલ થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન