હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી હોશમાં આવેલો દર્દી કરવા લાગ્યો ડાન્સ, જૂઓ VIDEO – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી હોશમાં આવેલો દર્દી કરવા લાગ્યો ડાન્સ, જૂઓ VIDEO

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી હોશમાં આવેલો દર્દી કરવા લાગ્યો ડાન્સ, જૂઓ VIDEO

 | 9:04 am IST


અમેરિકામાં હ્દયના દર્દીનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ દર્દી પથારીમાં પડ્યા પડ્યા જ ડાન્સ કરવા લાગ્યો, ત્યારે મેરીલેન્ડની હોસ્પિટલનું આખું દ્રશ્ય જ બદલાઈ ગયું હતું. 15 વર્ષના અમારી હોલમાં થોડાક જ દિવસો અગાઉ હ્દયનું પ્રત્યારોપણ કરાયું હતું.

આટલા મોટા ઓપરેશન પછી લોકો સામાન્ય રીતે ગંભીર રહે છે, પરંતુ અમારી માટે અલગ જ અનુભવ હતો. તેને ખબર હતી કે ઓપરેશન સફળ રહ્યું છે. આથી હોશમાં આવતાં જ તે ડાન્સ કરવા લાગ્યો હતો. આ સમયે પાસે ઉભેલી એક મહિલાએ અમારીના ડાન્સનો વીડિયો રેકોર્ડ કર્યો હતો.

અમારીનાં માતા જણાવે છે કે તેઓ તેમના દીકરાના ઓપરેશનથી ભારે દુખી હતાં. તેની આ ત્રીજી હાર્ટ સર્જરી હતી. આથી ઓપરેશન અગાઉ બધા જ ડરી ગયા હતાં. હાલમાં તે સ્વસ્થ છે. જીવત દાન મળ્યાની ખુશીમાં ડોકટરે પણ જોડાયા હતા અને અમારી સાથે ડાન્સ કર્યો હતો.

;