જાણો I.C.U.ના દર્દીના પરિવારજનોંએ કઇ બાબતોનું રાખવુ જોઇએ ખાસ ધ્યાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જાણો I.C.U.ના દર્દીના પરિવારજનોંએ કઇ બાબતોનું રાખવુ જોઇએ ખાસ ધ્યાન

જાણો I.C.U.ના દર્દીના પરિવારજનોંએ કઇ બાબતોનું રાખવુ જોઇએ ખાસ ધ્યાન

 | 3:32 pm IST

આપણા પરિવારનોં કોઇપણ વ્યક્તિ ક્રિટીકલ કેર હેઠળ સારવારમાં હોય તો આપણને તેની ચિંતા થાય તે સ્વાભાવિક છે, પણ આપણી ચિંતા સામેવાળી વ્યક્તિ માટે અડચણ ન બની જાય તે જોવાની જવાબદારી પણ આપણી જ છે. કોઇપણ વ્યક્તિ ગમે તે કારણોસર ક્રિટીકલ કેરમાં દાખલ હોય ત્યારે તેના એકથી વધારે સગાવ્હાલા આઇ.સી.યુ.ની બહાર હાજર જ હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે પણ ડોકટર્સ કે બીજો કોઇપણ સ્ટાફ આઇ.સી.યુ.ની બહાર નીકળે કે તરત જ બધા વારાફરતી દર્દીની હાલત અંગે પૂછપરછ કરીને આઇ.સી.યુ.ના સ્ટાફની કામગીરીમાં વિક્ષેપ ઉભો કરતા હોય છે. આપણે ઘણી વખત ચિંતાને કારણે ભૂલી જઇએ છીએ કે આઇ.સી.યુ.માં આપણા સિવાય બીજા પણ દર્દીઓ છે. જો ડોક્ટર્સ કે સ્ટાફ તેની ઇમરજન્સી સારવારમાં રોકાયેલા હોય તો આપણી નાનકડી અણસમજ તેના માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

જો કે ઘણી વખત દર્દીના બહારગામથી આવતા અંગત પરિવારજનોં પણ અવારનવાર દર્દીને એક વખત મળવા દો. અથવા ખાલી મોઢું જોઇ લેવા દો એવી લાગણીપ્રધાન જીદ કરતા હોય છે અને જો આઇ.સી.યુ.ના સ્ટાફ કે ડોક્ટર્સ દ્વારા તેમને રોકવામાં આવે તો ઘણી વખત આ બાબત ઉગ્ર થઇ જતી હોય છે. આમ, બહારની કોઇપણ વ્યક્તિને આઇ.સી.યુ.ની અંદર નહીં જવા દેવાનું મુખ્ય કારણ એ હોય છે કે દાખલ કરેલા મોટાભાગના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ સાવ ઓછી થઇ ગઇ હોય છે.

આમ, ઘણાં દર્દીઓ એવા પણ હોય છે કે, જે ચેપી રોગના શિકાર બની ગયા હોય છે. જો આવા સમયે બહારનો કોઇ વ્યક્તિ અંદર જાય તો તેના દ્વારા દર્દીને કોઇ ચેપ લાગવાની શકયતા રહે છે અથવા તો પોતે પણ ચેપી ઇન્ફેકશનનો શિકાર બની શકે છે માટે જયાં સુધી ડોક્ટર્સ સામેથી અંદર જઇને દર્દીને મળવાની રજા ન આપે ત્યાં સુધી અંદર જવાની જીદ કરવી જોઇએ નહીં. કારણકે આપણી જીદ આપણાં જ સ્વજન માટે જોખમી સાબિત થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન