Patients recovering from corona virus may lose immunity in a few months
  • Home
  • Corona
  • શોધમાં ખુલાસો: કોરોનાથી ઠીક થનારા લોકો ખુબ જ જલ્દી ગુમાવી બેસે છે પોતાના શરીરની…

શોધમાં ખુલાસો: કોરોનાથી ઠીક થનારા લોકો ખુબ જ જલ્દી ગુમાવી બેસે છે પોતાના શરીરની…

 | 7:41 pm IST

કોરોના વાયરસથી સ્વસ્થ થનારા દર્દી થોડાક જ મહિનાની અંદર ઇન્ફેક્શનથી બચવાની પ્રતિરોધક ક્ષમતા ગુમાવી બેસે છે. સોમવારે જાહેર કરવામાં આવેલ રિસર્ચ અનુસાર, વિશેષજ્ઞોએ કહ્યું કે, સરકારો કોરોના મહામારીથી કેવી રીતે લડે છે તેના આધારે વસ્તુઓ પ્રભાવિત થશે. આ પ્રકારના પ્રથમ અધ્યયનમાં કિંગ્સ કોલેજ લંડનના રિસર્ચના નેતૃત્વમાં એક ટીમે 90થી વધુ પુષ્ટી કરેલા કોરોના વાયરસ રોગીઓમાં એટિંબોડીના સ્તરની તપાસ કરી અને તેઓના સમયની સાથે આવેલા બદલાવની તપાસ કરી.

બ્લડ ટેસ્ટે માત્ર હલ્કા કોવિડ-19 લક્ષણવાળા વ્યક્તિઓમાં વાયરસ પ્રત્યે થોડી પ્રતિરક્ષા પ્રતિક્રિયાને દેખાડી. અધ્યયન સમૂહમાંથી 60 ટકાએ સંક્રમણ બાદ પહેલાના કેટલાક સપ્તાહમાં શક્તિશાળી વાયરલ પ્રતિક્રિયા દેખાડી. જોકે, ત્રણ મહિનાઓ બાદ 16.7 ટકા લોકોએ જ કોવિડ-19 બેઅસર કરનાર એંટિબોડીના ઉચ્ચ સ્તરને જાળવી રાખ્યું હતું અને 90 દિવસ બાદ રોગીઓના રક્તપ્રવાહમાં જાણકારી મેળવવા યોગ્ય એંટિબોડી બચી જ ન હતી.

નોંધનિય છે કે, જ્યારે માનવ શરીર કોઇ બહારના ખતરાનો સામનો કરે છે જેમ કે વાયરસ, આ કોશિકાઓ ટ્રૈક કરવા અને સંક્રમણનો ખાત્મો કરવા માટે એક જૂટ થઇ જાય છે. આ અંતર્ગત તે એંટિબોડી તરીકે ઓળખાતું પ્રોટીન પેદે કરે છે અને જે આ વાયરસ સાથે લડે છે. જ્યાં સુધી કોઇની પાસે પર્યાપ્ત એંટિબોડી છે. તે પોતાની અંદર પ્રતિરક્ષા તંત્ર વિક્સિત કરતા સંક્રમણથી બહાર નીકળવામાં સફળ રહે છે.

આ રિસર્ચ જણાવે છે કે, પ્રતિરોધક ક્ષમતાને શરીરમાં સ્વાભાવિક રૂપે હાજર એટલે કે ‘ફોર ગ્રાન્ટેડ’માનવામાં આવી શકે નહી અને આ ઇનફ્લૂએંજા વાયરસ જેવા વાયરસના કારણે કેટલાક મહિનાઓથી વધુ નથી રહી શક્તા. વિશેષજ્ઞોએ કહ્યું કે, તેમના નિષ્કર્ષોમાં બદલાવની સંભવના છે પરંતુ તે વાત પર નિર્ભર હશે કે સરકારો મહામારીના આગામી ચરણમાં કેવી યોજના બનાવે છે. જેમા તેઓ વેક્સિન રિસર્ચ અને ડેવલમેંટ પ્રતિક્રિયાને કેવી રીતે વ્યવસ્થિત કરે છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ 15 દિવસમાં 4 ભ્રૂણ મળી આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન