patna big statement on death of sushant singh rajput bjp leader
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના મોત વિશે શિવસેના પર ત્રાસવાદી રાજનીતિ કરવાનો આરોપ, BJPએ પાર્ટીને ઝાટકી નાંખી

સુશાંતના મોત વિશે શિવસેના પર ત્રાસવાદી રાજનીતિ કરવાનો આરોપ, BJPએ પાર્ટીને ઝાટકી નાંખી

 | 5:18 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પર હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. એક તરફ ફેન્સ અને બોલિવૂડના કેટલાક કલાકારો દુખી છે. તેમજ સુશાંતના પરિવારના લોકો પણ શોકમાં ડૂબેલા છે. ત્યારે બીજી તરફ હવે સુશાંતને લઈને રાજકારણના રંગો દેખાઈ રહ્યા છે. શિવસેનાના મુખપત્ર સામનામાં આવેલા સુશાંતના લેખ બાદ બિહાર ભાજપ નેતાએ વાર કર્યો છે. બિહાર ભાજપના પ્રવક્તા નિખિલ આનંદે કહ્યું કે, શં શિવસેના સુશાંતના મોતના મુદ્દાને ભટકાવવા માટે સામનામાં જેમ તેમ લખીને દબાણ આપી રહી છે? આ મામલે ઉદ્ધવ ઠાકરે સફાઈ આપે અને ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગે.

બિહાર ભાજપ નેતાએ શિવસેનાના આ લખાણને નિમ્ન સ્તરની રાજનીતિ કહી છે. તેણે શિવસેનાને સવાલ કર્યો કે, શું આ મુદ્દાને ભટકાવવા માટે દબાણ કરવામા આવી રહ્યું છે? આ વાત પરથી સાબિત થાય છે કે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર નિષ્પક્ષ તપાસ અને સુશાંતને ન્યાય આપવા માટે અસક્ષમ છે. સામનામાં સુશાંત પર જે વાહિયાત વાતો કરી છે તેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સફાઈ આપે અને માફી માગે. સુશાંતના મિત્રો, પરિવારના લોકો અને ફેન્સની લાગણી દુભાઈ છે જેની બધાની માફી માગે.

નિખિલ આનંદે કહ્યું છે કે, શિવસેના ઘોર ક્ષેત્રવાદી ભાવનાથી ગ્રસ્ત પરિવારવાદી પાર્ટી છે. જેણે બિહારના પુત્ર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછી તેમને શ્રદ્ધાંજલિ આપવાની વાત તો દુર પણ પણ આવી વાહિયાત વાતો લખીને બોલિવૂડના બાબા-બેબી અને માફિયા ગેંગના પ્રવક્તા બનવાનું કામ કર્યું છે. આ અગાઉ તેમણે એક સંપાદકીય લખીને બિહાર રેજિમેન્ટ, બિહાર અને દેશના બહાદુર શહીદ જવાનોનું અપમાન કર્યું હતું.

આનંદે કહ્યું છે કે, શિવસેના ન તો દેશના બહાદુર સૈનિકો અને બહાદુર શહીદોનું સન્માન કરી શકે છે, ન તો તે દેશના પ્રતિભાશાળી યુવા કલાકાર પ્રત્યે આદરની વાતો વ્યક્ત કરી શકે છે. શિવસેના પણ આવા સસ્તા રાજકારણ કરીને કોંગ્રેસના ખોળામાં બેસી બાલાસાહેબ ઠાકરેના મૃત્યુત્માનું અપમાન કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ શાકભાજીની આડમાં દારૂની હેરફેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન