Patrick Farhart And Shankar Basu Gave Resignation
  • Home
  • Sports
  • Cricket
  • સેમિ-ફાઇનલની હાર બાદ ભારતીય ટીમને વધું એક ફટકો, આ બે લોકોએ આપ્યા રાજીનામા

સેમિ-ફાઇનલની હાર બાદ ભારતીય ટીમને વધું એક ફટકો, આ બે લોકોએ આપ્યા રાજીનામા

 | 3:12 pm IST

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં જ્યારે વિશ્વ કપમાંથી ભારતીય ટીમ બહાર થઇ ગઇ છે ત્યારે ટીમનાં કેટલાક સાથીઓનાં રાજીનામાઓનો દોર શરૂ થઇ ગયો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટમાંથી સૌથી પહેલા રાજીનામું આવ્યું.

ફીઝિયો પૈટ્રિક ફરહાર્ટે આ હાર બાદ રાજીનામું આપી દીધું 

ભારતીય ટીમને શાનદાર ફિટનેસ સ્તર આપનારા ફીઝિયો પૈટ્રિક ફરહાર્ટે આ હાર બાદ ટીમ મેનેજમેન્ટમાંથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમનું રાજીનામું આપવાનું પહેલાથી જ નક્કી હતુ તેવુ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બીજી તરફ ભારતીય ટીમનાં ફિટનેસ અને કંડિશનિંગ કૉચ શંકર બાસૂને બીસીસીઆઈ તરફથી તેમનો કૉન્ટ્રાક્ટ વધારવાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ઑફર ઠુકરાવી દીધી હતી. તેમનું કહેવું છે કે હવે તેઓ ખુદને સમય આપવા માંગે છે. જે માટે તેમણે બીસીસીઆઈને રાજીનામું આપી દીધું છે.

ભારતીય ટીમની ફિટનેસ પાછળ શંકર બાસુનો મહત્વનો રૉલ

પૈટ્રિક ફરહાર્ટે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘ભારતીય ટીમનાં અંતિમ દિવસે અમે એવું પ્રદર્શન ના કરી શક્યા જેવું અમે ઇચ્છતા હતા. હું બીસીસીઆઈનો આભાર માનવા ઇચ્છુ છું જેમણે મને ભારતીય ટીમની સાથે 4 વર્ષ સુધી કામ કરવાની તક આપી. ભારતીય ટીમ અને સપોર્ટ સ્ટાફને હું આગળની સફર માટે શુભકામનાઓ આપુ છું.’ તો શંકર બાસુએ રાજીનામું આપવાનું કારણ આપતા કહ્યું કે તેઓ પોતાને કેટલોક સમય આપવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમની ફિટનેસ પાછળ શંકર બાસુનો મહત્વનો રૉલ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન