Paul Walkway Bank manager arrested in Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: પાલ વોક-વે પર બ્લ્યુ ફિલ્મ જોઇ વિકાર જન્મતાં બેન્ક મેનેજરે બે યુવતીઓ સામે પેન્ટ ઉતારી કર્યું અધમ કૃત્ય

સુરત: પાલ વોક-વે પર બ્લ્યુ ફિલ્મ જોઇ વિકાર જન્મતાં બેન્ક મેનેજરે બે યુવતીઓ સામે પેન્ટ ઉતારી કર્યું અધમ કૃત્ય

 | 9:29 am IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)ના કારણે લોકોના મન વિકૃત થતા જાય છે. સોશિયલ મીડિયાથી નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો સુધી તેનો ભોગ બન્યો છે. ત્યારે સુરત (Surat)માં પાલ વોકવે (Paul Walkway)ઉપર બે યુવતી (Girl)ઓ સામે અશ્લીલ ચેનચાળા કરતા બેન્ક મેનેજર (Bank manager)ની હરકતનો કિસ્સો સામે આવ્યો છે. મોબાઇલ ફોન (Mobile Phone)માં અશ્લીલ ક્લીપ જોયા બાદ મનમાં વિકાર જન્મતાં બેન્ક મેનેજરનો હોદ્દો ધરાવતાં શખ્સે પાલ વોક વે ઉપર વોકિંગ માટે નીકળેલી બે યુવતીઓ સામે પેન્ટ ઉતારી ગુપ્તાંગ બતાવતાં લોકોએ ઝડપી લઇ પોલીસ (Surat Police)ને સોંપ્યો હતો.

પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પાલ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી માતા અને 21 વર્ષીય બહેનપણી સાથે સોમવારે સાંજે પાલ વોક વે ઉપર વોકિંગ માટે ગઇ હતી. માતા એક બેન્ચ ઉપર બેસીને વાત કરી રહી હતી ત્યારે બંને બહેનપણીઓ વોકિંગ કરી રહી હતી. રાત્રે અંધારામાં અચાનક એક યુવાન તેમની સામે ધસી આવ્યો હતો. યુવતીઓ કશું સમજે તે પહેલાં તો આ શખ્સે પેન્ટ ઉતારી ગુપ્તાંગ બહાર કાઢી બતાવતાં હેબતાઇ ગયેલી યુવતીઓએ બૂમાબૂમ કરી દીધી હતી.

કોલાહલને પગલે ત્યાં ટોળું ભેગું થઇ ગયું હતું. જાહેરમાં વિકૃત હરકત ઉપર ઉતરી આવેલાં આ શખ્સને ઝડપી લેવાયો હતો. અડાજણ પોલીસ પણ કોલ મળતાં ત્યાં દોડી ગઇ હતી. અડાજણ વિસ્તારમાં રહેતાં ૩૧ વર્ષીય રીતેશ ઉમાશંકર મિશ્રાની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતાં આ શખ્સ કોટક બેન્કમાં બ્રાન્ચ મેનેજરની પોસ્ટ ઉપર હોવાનું જણાવ્યું હતું. પોતે મોબાઇલમાં પોર્ન જોઇ રહ્યો હતો ત્યારે મગજમાં વિકાર પેદા થતાં આ હરકત કરી બેઠાનું પોલીસને જણાવ્યું હતું. સબ ઇન્સપેક્ટર એલ.જી. નકુમ વધુ તપાસ કરી રહ્યા છે.

જુઓ આ પણ વીડિયો: ઉત્તરાયણ બાદ PMના ક્રાર્યક્રમમાં બદલાવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન