27 days dont do these shubh karya paush month 2019 start
  • Home
  • Astrology
  • પોષ માસ 2019: વિવાહ સહિત આ કાર્ય ન કરશો, 27 દિવસ સુધી ટાળજો આ શુભ કામ

પોષ માસ 2019: વિવાહ સહિત આ કાર્ય ન કરશો, 27 દિવસ સુધી ટાળજો આ શુભ કામ

 | 10:48 am IST

હિન્દૂ પંચાંગના 10માં મહિનાને પોષ મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં હેમંત ઋતુનો ખુબજ પ્રભાવ રહે છે. આ મહિનામાં સૂર્ય પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ મહિનામાં સૂર્ય 11,000 રશ્મિઓ સાથે વ્યક્તિને ઉર્જા અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. પોષ માસમાં જો સૂર્યની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે તો આખું વરસ સુખેથી પસાર થાય છે.

આ પણ વાંચો: ધન અને વૈભવ કારક શુક્ર 15 ડિસેમ્બરે કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓ માટે સમય આવશે શ્રેષ્ઠ

આ વખતે પોષ માસ 13 ડિસેમ્બર 2019થી શરૂ થઈ ચુક્યો છે. આ સમયે કોઈપણ પ્રકારનું શુભકાર્ય નથી કરવામાં આવતું. હિન્દુ ધર્મમાં વ્રત નું ઘણું મહત્વ હોય છે. અને દરેક શુભ કામ માત્ર શુભ મુહૂર્તમાં કરવાને ઉત્તમ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે શુભ મુહુર્ત પર કરવામાં આવેલા કાર્ય સફળ થાય છે અને વિવાહ,જનોઈ, બાબરી, વ્રત, ભૂમિ પૂજન, ગ્રહ પ્રવેશ વગેરે પ્રકારના કાર્ય માત્ર મુહૂર્ત પર જ કરવા જોઈએ.

પોષ માસને ખર માસ કે મળ માસ કહેવામાં આવે છે. મકર સંક્રાતિથી ખર માસની સમાપ્તિ થાય છે. ખર માસ દરમિયાન હિન્દુધર્મમાં કોઈ ધાર્મિક કાર્ય તેમજ માંગલિક કાર્ય પણ કરવામાં આવતા નથી.

13 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી નહીં થાય શુભ કાર્યો
13 ડિસેમ્બરથી પોષ મહિનો શરૂ થઈ ચુક્યો છે અને ગુરુ અસ્ત તેમજ ધન સંક્રાંતિના કારણે આ સમયે શુભકાર્ય કરવાનું વર્જિત માનવામાં આવે છે. આ માસ 10 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. ગુરુ તારા અસ્ત 14 ડિસેમ્બર 2019એ થઈ જશે, જે 9 જાન્યુઆરી સુધી રહેશે. ધન સંક્રાંતિ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2020 સુધી થશે. એટલા માટે 13 ડિસેમ્બરથી લઇને 14 જાન્યુઆરી સુધી કોઈપણ પ્રકારના શુભ કાર્ય નથી કરી શકાતા.

પોષ મહિનામાં કરો આ કાર્ય
પોષ મહિનાના સમયે સૂર્યની પૂજા કરવી અને રવિવારના દિવસે વ્રત કરવુ શુભ હોય છે. એટલા માટે આ મહિનામાં તમે દરરોજ સૂર્યદેવની પૂજા કરશો તો ચોક્કસ ફળની પ્રાપ્તિ થશે.

પોષ મહિનામાં શું ખાવું ન જોઈએ?
આ મહિનામાં કોઈ તામસી ભોજન ખાવુ ન જોઈએ. તામસી ભોજન પચવામાં ભારે હોય છે. અડદની દાળ કે મસુરની દાળ ખાવી જોઈએ નહી. આ સિવાય તળેલુ ખાવુ જોઈએ નહીં ભોજનમાં સીંધા નમકનો ઉપયોગ કરવો.

આ વીડિયો જુઓ: ત્રણ રાશિ માટે આજનો દિવસ અશુભ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન