pavilion stand name will be on virat kohli with anushka in program
  • Home
  • Featured
  • Photos: અરૂણ જેટલી સ્ટેડિયમના નામકરણમાં કોહલીનો વટ પડ્યો, વિરૂષ્કાની જોડીએ ખેચ્યું બધાનું ધ્યાન

Photos: અરૂણ જેટલી સ્ટેડિયમના નામકરણમાં કોહલીનો વટ પડ્યો, વિરૂષ્કાની જોડીએ ખેચ્યું બધાનું ધ્યાન

 | 11:14 am IST

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ હવે અરૂણ જેટલીના નામે ઓળખાશે. સ્ટેડિયમનું એક સ્ટેન્ડ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીના નામ પર થઈ ગયુ છે. ગુરૂવારે ટીમ ઈન્ડિયાની હાજરીમાં આ નામકરણ સમારોહ થયો હતો. આ ખાસ અવસર પર વિરાટનો સાથ આપવા તેની ખુબસુરત પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી.

દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘે સ્ટેડિયમને અરૂણ જેટલીના નામે કરવાનો કાર્યક્રમ રાજધાની દિલ્હીમાં આયોજીત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિરાટ કોહલી સિવાય ટીમ ઈન્ડિયાના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વ્હાઈટ શર્ટ ઉપર જેકેટ પહેરીને વિરાટ આકર્ષક લાગતો હતો તો અનુષ્કાએ બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો હતો.

કેન્દ્રીય ગ્રહ મંત્રી અમિત શાહે પેવેલિયન સ્ટેન્ડનું નામકરણ કર્યુ હતુ. કાર્યક્રમમાં કેન્દ્રીય ખેલમંત્રી કિરણ રિજીજૂ અને પિયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા. અનુષ્કા આ તમામ કાર્યક્રમમાં ખુબજ આકર્ષક લાગતી હતી. વિરાટ કોહલી અને અનુષ્કાએ કાર્યક્રમ પત્યા પછી દિવંગત પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના પરિજનો સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ કાર્યક્રમમાં હાજર રહેલી દિગ્ગજ હસ્તિઓ સાથે પણ મુલાકાત કરી હતી.

અરૂણ જેટલી સ્ટેડિયમમાં વિરાટ કોહલી સ્ટેન્ડનું અનાવરણ
ક્રિકેટના પ્રશંસકો માટે ગુરૂવારનો દિવસ ખાસ હતો કેમકે આ દિવસે ઐતિહાસિક ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને DDCAના પૂર્વ અધ્યક્ષ અરૂણ જેટલીના નામ પર સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન