Sharad Pawar Press Conference After Meeting Sonia Gandhi
  • Home
  • Featured
  • સોનિયાને મળીને પવારે શિવસેનાનું વધારી દીધું ટેન્શન, PM મોદીની પ્રશંસા પર આપ્યો જવાબ

સોનિયાને મળીને પવારે શિવસેનાનું વધારી દીધું ટેન્શન, PM મોદીની પ્રશંસા પર આપ્યો જવાબ

 | 7:36 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને કહેવામાં આવી રહ્યું હતુ કે શરદ પવારની સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ કંઇક રસ્તો નીકળશે, પરંતુ વાત બનવાની જગ્યાએ ફસાતી જોવા મળી રહી છે. કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે 50 મિનિટ મીટિંગ બાદ પવારે એ કહીને સસ્પેંસ વધારી દીધું છે કે, “અમારી વચ્ચે સરકાર બનાવવા પર કોઈ વાત નથી થઈ.” તેમણે કહ્યું કે, “સોનિયા ગાંધીને ફક્ત રાજ્યની સ્થિતિ વિશે બ્રીફિંગ આપી.” તેમના આ નિવેદનથી શિવસેનાને ઝાટકો લાગી શકે છે, જે સતત એનસીપી અને કૉંગ્રેસ સાથે સરકાર ગઠનની વાત કરી રહી છે.

શિવસેનાને સરકાર બનાવવા ભરોસો આપવાનાં પ્રશ્નને જવાબ ટાળ્યો

શરદ પવારે મીડિયા સાથે વાત કરતા એટલા સુધી કહ્યું કે, “શિવસેના સાથે કોઈપણ કોમન મિનિમમ પ્રોગ્રામ વિશે વાત નથી થઈ.” એટલું જ નહીં તેમણે શિવસેનાને સરકાર બનાવવાની વાતનો ભરોસો આપવાની વાત પર કંઇપણ કહેવાની ના કહી દીધી. તેમની વાતથી એ સ્પષ્ટ છે કે આવનારા કેટલાક દિવસો સુધી મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને સસ્પેંસનો સમય ચાલું રહેશે. શિવસેના નેતા સંજય રાઉત તરફથી 170 ધારાસભ્યોનાં સમર્થનને લઇને પણ પવારે કહ્યું કે, “આ વિશે તેમને જ પુછો.”

કૉંગ્રેસ સિવાય અન્ય દળો સાથે પણ કરવામાં આવશે વાત

પવારે એ કહીને પણ શિવસેનાને ઝાટકો આપ્યો કે, “અમે આ મુદ્દા પર અન્ય સહયોગી દળો સાથે પણ વાત કરીશું.” પવારે કહ્યું કે, “એ સમાચાર હતા કે કૉંગ્રેસ અને એનસીપી જ મળીને વાત કરે છે. આવામાં અમારે સ્વાભિમાન પક્ષનાં રાજુ શેટ્ટી, સમાજવાદી પાર્ટી અને અન્યદળોને પણ ભરોસામાં લેવા પડશે. સોનિયા ગાંધીને પ્રદેશની બ્રીફિંગ આપવાનું કામ કર્યું. આ ઉપરાંત કોઈ મુદ્દા પર અમે વાત નથી કરી. જો કે આ પરિસ્થિતિ પર ધ્યાન રાખીશું અને બંને પાર્ટીઓનાં કેટલાક સીનિયર લોકોનાં મંતવ્ય લેવાનો પ્રયાસ કરીશું. ત્યારબાદ જ આગળનો વિચાર બનાવીશું.”

પીએમ મોદીએ NCPની કરેલી પ્રશંસાનો આપ્યો જવાબ

પીએમ મોદી તરફથી સંસદમાં એનસીપીની પ્રશંસા કરવાને લઇને પણ પવારે કોઈ સમીકરણની વાતથી ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, “ત્યાં પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાનાં ઇતિહાસની વાત કરી અને તેના કામકાજને લઇને ચર્ચા હતી. અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં નથી જતા, ફક્ત આને લઇને તેમણે પ્રશંસા કરી.”

આ વિડીયો પણ જુઓ: બનાસકાંઠાના પાલનપુર યાર્ડમાં અધિકારીઓ ન આવતા ખેડૂતોમાં રોષ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન