Payal Rohatgi - over-pm-narendra-modi-lockdown-on-corona-virus-covid-19
  • Home
  • Entertainment
  • Bollywood
  • દેશની દરેક બાબત પર ચૂં-ચા કરતી અભિનેત્રીને PM મોદીને અડધેથી સાંભળી કાંદા લેવા ભાગી

દેશની દરેક બાબત પર ચૂં-ચા કરતી અભિનેત્રીને PM મોદીને અડધેથી સાંભળી કાંદા લેવા ભાગી

 | 11:39 am IST

ભારતમાં કોરોના વાયરસ પર રોક લગાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન કરી દીધું છે. જેની પર બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. જોકે, વડાપ્રધાને 24 માર્ચની સાંજે 8 વાગ્યે કરેલા સંબોધનમાં તેની જાહેરાત કર્યું. તેમણે કહ્યું કે 12 વાગ્યા પછી 21 દિવસ માટે દેશને લોકડાઉન કરવામાં આવશે. 25 માર્ચથી તે પૂર્ણ રીતે પ્રભાવી થશે. આ ઘોષણા બાદ 12 વાગ્યા બાદથી જ કરિયાણા, શાકભાજી અને મેડિકલ સ્ટોર્સ પર ભીડ જમા એકઠી થઇ ગઇ હતી.

આ વાતને લઇને અભિનેત્રી પાયલ રોહતગીએ પણ સ્વીકાર કર્યો છે કે તે પણ પીએમ મોદીના અડધા ભાષણને સાંભળ્યા બાદ જ બજારમાં ગઇ. તેણે પણ તેના ઘર માટ કિચન અને રસોડામાંથી જરૂરી સામાન ખરીદી આગામી 21દિવસ માટે રાખી લીધા, જોકે, તેણે એવું પણ કહ્યું કે બાદમાં ખબર પડી કે દરેક જરૂરી વસ્તુઓની ડિલીવરી કરાવવામાં આવશે સાથે જ તે શોપ્સ ઓપન પણ રહેશે.

તેની સાથે જ બોલિનૂડના દિગ્ગજ અભિનેતા બચ્ચને પણ પીએમ મોદીના આ નિર્ણયનો સ્વાગત કર્યો છે. તેમણે તેની એક હાથ જોડતી તસવીરની સાથે લખ્યું હાથ તમને વિનમ્રતાથી જોડીએ છીએ સાંભળો પ્રધાનનો આદેશ. તે સિવાય અભિનેતા ઋષિ કપૂરે પણ પીએમ મોદીના નિર્ણયનો સમર્થન કરતા કહ્યું કે પીએમ મોદીની સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન