Paying Almost Double For Fual Here Is The Reason
  • Home
  • Business
  • પેટ્રોલ અને ડીઝલના બે ઘણા ભાવ ચુકવવા પડી રહ્યાં છે, આ છે કારણ

પેટ્રોલ અને ડીઝલના બે ઘણા ભાવ ચુકવવા પડી રહ્યાં છે, આ છે કારણ

 | 11:42 pm IST

પેટ્રોલ-ડિઝલની કિંમતો આકાશને આંબી રહી છે. દેશની જનતા આગ ઓકી રહેલી પેટ્રોલ ડિઝલની કિંમતથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ પરિબળની ચીજવસ્તુઓના ભાગ પર વિપરીત અસર પડી રહી છે. પેટ્રોલ અને ડિઝલ બંનેનો 70 રૂપિયાને આંબી ગયો છે. આ સ્થિતિમાં એ સવાલ થવો પણ વ્યાજબી છે કે, આખરે આપણા દેશમાં જ કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ આટલા છે પાડોશી દેશોમાં કેમ નહીં?

પેટ્રોલ અને ડિઝલ પર લાગતો ટેક્ષ જ તેની કિંમત બેવડી કરી દે છે. હજી પણ દેશમાં સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન 39.21 રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ ડિલર પાસેથી ખરીદે છે. જેની કિંમત એક્સાઈઝ અને VAT લાગ્યા બાદ બે ઘણી વધી જાય છે.

એક્સાઈઝ ડ્યૂટી

સામાન્ય પેટ્રોલ પર 19.48 રૂપિયાનું ઉત્પાદન ખર્ચ લાગે છે જ્યારે બ્રાંડેડ પેટ્રોલ પર 20.66 રૂપિયા. સામાન્ય હાઈ સ્પીડ ડીઝલ પર 15.33 રૂપિયા તો બ્રાંડેડ ડીઝલ પર 17.69 રૂપિયાનું ઉત્પાદન ખર્ચ લાગે છે.

VAT

દેશના દરેક રાજ્યોમાં જુદો જુદો VAT લાગે છે. મહારાષ્ટ્ર સરકાર મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં પેટ્રોલ, ડિઝલ પર સૌથી વધારે ક્રમશ: 39.12% અને 24.78% વેટ વસુલે છે. પંજાબમાં 35.12 %, આંધ્ર પ્રદેશમાં 35.77% અને મધ્ય પ્રદેશમાં 35.78 % વેટ વસુલે છે.

ડીલર કમિશન

ગત વર્ષે ઓગષ્ટમાં પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ પંપ ડિલરોનું કમિશન 55 ટકા સુધીનું વધારી દીધું હતું જેથી કરીને સ્ટાફને વધારે કમિશન આપી શકાય. પેટ્રોલ પંપના લોકેશનના હિસાબે જુદા-જુદા કમિશન આપવામાં આવે છે. પેટ્રોલ પર 3 થી 3.65 રૂપિયા સુધીનું કમિશન છે અને ડીઝલ પર 2થી 2.62 રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવે છે.

પાડોશી દેશોમાં ભાવ

એક્સાઈઝ ડ્યૂટી, VAT અને ડિલરોનું કમિશન જોડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ બેઘણાં થઈ ગયાં છે. ભારતના રૂપિયા પ્રમાણે વર્તમાનમાં પાકિસ્તાનમાં પેટ્રોલ 57.83 રૂપિયા, શ્રીલંકામાં 64.12, નેપાળમાં 68.30 અને બાંગ્લાદેશમાં 73.06 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.