વાપરો છો Paytm? આવ્યાં ખુબ જ મહત્વના સમાચાર, નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો - Sandesh
NIFTY 10,556.50 +30.30  |  SENSEX 34,402.20 +70.52  |  USD 65.7600 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વાપરો છો Paytm? આવ્યાં ખુબ જ મહત્વના સમાચાર, નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો

વાપરો છો Paytm? આવ્યાં ખુબ જ મહત્વના સમાચાર, નહીં જાણો તો પેટ ભરીને પસ્તાશો

 | 6:08 pm IST

પેટીએમના યૂઝર્સ માટે ખુબ મહત્વપૂર્ણ સમાચાર આવ્યાં છે. આ જાણકારી પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (PPBL) દ્વારા આપવામાં આવી છે.  સૌથી મોટી ડિજીટલ વોલેટ કંપની પેટીએમને પેમેન્ટ બેન્ક શરૂ કરવાનું લાઈસન્સ મળી ગયું છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડની શરૂઆત 23મી મે 2017થી થશે. રિઝર્વ બેન્કના નિર્દેશો મુજબ કંપની પોતાના વોલેટ બિઝનેસને પેમેન્ટ્સ બેન્ક લાઈસન્સ હેઠળ પેમેન્ટ બેન્કને ટ્રાન્સફર કરશે. પેમેન્ટ વોલેટનો ઉપયોગ કરતા ગ્રાહકો પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાઈ જશે. કંપની તરફથી 23મી મેના રોજ ગ્રાહકોને આ સંદેશ મોકલવામાં આવશે. ગ્રાહકો પાસે વોલેટની સેવાઓ બંધ કરવાનો વિકલ્પ રહેશે. જો તમે પેટીએમ યૂઝર છો અને સંબંધિત ફેરફારોને લઈને સ્પષ્ટ નથી તો તમારા માટે અહીં સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવી દઈએ.

પેટીએમ વોલેટમાં જમા રકમનું શું થશે?

વોલેટમાં જમા રકમ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડમાં ટ્રાન્સફર થશે. કંપનીનો વોલેટ બિઝનેસ પણ પેમેન્ટ બેન્કનો જ ભાગ રહેશે. આ બધુ ઓટોમેટિક રહેશે અને તમારે તેના માટે કશું કરવાની જરૂર નથી.

પેટીએમ એપમાં કોઈ ફેરફાર થશે?

પેટીએમની એપમાં કોઈ ફેરફાર થશે નહીં. એપ દ્વારા તમે ટેક્સી, ફ્યૂલ, ફૂડ અને અન્ય ચીજો માટે પેમેન્ટ કરી શકશો.

તો પછી શું બદલાશે?

વોલેટ બિઝનેસ નવી કંપનીમાં ટ્રાન્સફર થશે. પરંતુ તેનું કામ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

શું તમને બેન્ક એકાઉન્ટ નંબર, ચેકબુક, ડેબિટ કાર્ડ કે અન્ય ચીજો મળશે?

જો તમે કંપનીના પેમેન્ટસ બેન્કમાં એકાઉન્ટનો વિકલ્પ પસંદ કરશો તો આ શક્ય બનશે. નહીં તો તમારું વોલેટ પહેલાની જેમ જ કામ કરતું રહેશે. કંપનીએ તેમને અલગથી એક એકાઉન્ટ ખોલવાનો વિકલ્પ આપશે. જો તમે પેમેન્ટ્સ બેન્કમાં પોતાનું એકાઉન્ટ ખોલાવશો તો જમા રાશી પર તમને રકમ પણ મળશે.

સામાન્ય બેન્કથી કઈ રીતે અલગ હશે પેમેન્ટ બેન્ક?

પેમેન્ટ બેન્ક કોઈ ગ્રાહકને લોન કે એડવાન્સ આપી શકે નહીં. પેમેન્ટ્સ તરફથી ડેબિટ કાર્ડ અને ચેકબુક જારી થઈ શકે છે પરંતુ ક્રેડિટ કાર્ડ આપવામાં આવી શકે નહીં. આ ઉપરાંત પેમેન્ટ બેન્કના એકાઉન્ટમાં રાખવામાં આવતી રકમની પણ મર્યાદા રહેશે. જે મુજબ પેટીએમના પેમેન્ટ બેન્કમાં તમે એક લાખ રૂપિયાથી વધુ રકમ રાખી શકશો નહીં. આ પ્રકારની બેન્કોનો હેતુ લોકોને તત્કાળ બેઝિક બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. એરટેલ પણ પેમેન્ટ બેન્ક લોન્ચ કરવાની તૈયારીમાં છે.