paytm-airtel-adity-birla-comparison-india-post-payments-bank
  • Home
  • Business
  • પોસ્ટ ઓફિસ, Paytm કે એરટેલ: જાણો તમારા માટે કંઈ પેમેન્ટ્સ બેન્ક શ્રેષ્ઠ?

પોસ્ટ ઓફિસ, Paytm કે એરટેલ: જાણો તમારા માટે કંઈ પેમેન્ટ્સ બેન્ક શ્રેષ્ઠ?

 | 2:41 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ શનિવારે ઈન્ડીયા પોસ્ટ પેમેટ્સ બેંકને લૉન્ચ કરી હતી. 1 તારીખથી તેની 650 શાખાઓ કામ કરવાનું શરૂ કરી દેશે. પોસ્ટવિભાગ તરફથી આ પેમેન્ટ બેન્ક સેવા પહેલી સેવા નથી. આ પહેલા એરટેલ, Paytm આઇડિયા કંપનીઓ પોતાની પેમેન્ટ્સ બેન્ક શરૂ કરી ચુકી છે. આ તમામ પેમેન્ટ્સ બેન્ક કરતા ઈન્ડીયા પોસ્ટ પેમેટ્સ બેંકમાં શુ ખાસ છે તે આજે જાણીશુ.

બચત ખાતા પર વ્યાજ આપવામાં ઈન્ડીયા પોસ્ટ પેમેટ્સ બેંક સૌથી આગળ છે. આ બચતખાતામાં 5.5 ટકા વ્યાજ દર આપશે. જ્યારે Paytm અને એરટેલ પેમેન્ટ્સ બેન્કમાં 4 ટકા વ્યાજ દર આપે છે. આદીત્ય બીરલા પેમેન્ટ્સ બેન્કમાં 4 ટકા વ્યાજ દર અઠવાડિયા પર આપવામાં આવે છે. કોઈ પણ પેમેન્ટ્સ બેન્કમાં ખાતા ખોલવા માટે મિનિમમ બેલેન્સની જરૂર હોતી નથી.

બીજી બાજુ એરટેલ, આદીત્ય બીરલા અને Paytm તમને ડિઝિટલ બેન્કોની સુવિધા આપશે.પોસ્ટ પેમેટ્સ બેંક આ સુવીધા આપે છે.

નેટવર્કના મામલે પોસ્ટ ઓફિસ આગળ નીકળી જશે.પોસ્ટઓફિસનું ખુબજ મોટુ નેટવર્ક ફેલાયેલુ છે. આ તમામ પેમેન્ટ્સ બેન્કમાં અલગ અલગ સુવિધાઓ મળે છે, જે તેમને એક બીજાથી અલગ કરે છે. કોઈ પણ પેમેન્ટ્સ બેન્કનો ઉપયોગ કરતા પહેલા તેની શર્તો અને નિયમોને ખાસ વાંચી લેવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન